તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • કોંઢમાંથી સફેદ માટીનું ખોદકામ કરતુ જેસીબી સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંઢમાંથી સફેદ માટીનું ખોદકામ કરતુ જેસીબી સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રાપંથકમાં મળી આવતા સફેદ માટીની બેફામ ચોરી થઇ રહી છે. ત્યારે ખાણ ખનીજની ટીમે કોંઢ ગામે બાતમીને આધારે મંગળવારે સાંજે દરોડો કર્યો હતો. જેમાં સફેદ માટીનું ખોદકામ કરતા જેસીબી સહિત રૂપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ધ્રાંગધ્રા તાલુકાના ઘનશ્યામપુર, જેગડવા, કોંઢ સહિતના ગામોમાં મળી આવતી સફેદ માટીની ગુજરાત સહિત રાજયભરમાં ભારે માંગ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં સફેદ માટીની બેફામ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી.

આથી સુરેન્દ્રનગર ખાણ ખનીજ અધિકારી એમ.આર.વાળાની સૂચનાથી સુપરવાઇઝર સંજયભાઇ લાખોતરા, રોયલ્ટી ઇન્સપેકટર હિતેષભાઇ રામાણી સહિતનાઓએ સીકયોરીટી ગાર્ડને સાથે રાખી મંગળવારે સાંજે દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન એક બિહારી જણાતા ડ્રાઇવરને સફેદ માટીનું જેસીબી વડે ખોદકામ કરતો ઝડપી લેવાયો હતો.

જયારે જેસીબી પોરબંદરના કોઇ દિલીપભાઇ નામે હોવાથી રૂપિયા 30 લાખની કિંમતનું જેસીબી ગ્રામ પંચાયતના હવાલે કરી કાર્યવાહી હાથ ધરાઇ છે. ધ્રાંગધ્રા પંથકમાં સફેદ માટીની ચોરીમાં દરોડો થતા અન્ય માટી માફીયાઓએ પોતાના કામ ધંધા બંધ કરી દીધા હતા.

ધ્રાંગધ્રાના તાલુકાના કોંઢ ગામે સફેદ માટીની ચોરી અંગે દરોડો કરી જેસીબી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ખાણ ખનીજની ટીમે સીકયોરીટી ગાર્ડને સાથે રાખી દરોડો કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો