તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ડેપોમાં ગંદકી-દબાણોનું સામ્રાજ્ય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરએસ.ટી.ડેપોમાં તેમજ આજુબાજુમાં કેટલાક લોકો દ્વારા ગંદકી સાથે દબાણનું સામ્રાજ્ય કરતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. ત્યારે ડેપોમાં શૌચાલયની સુવિધા હોવા છતાં જાહેરમાં શૌચક્રિયા કરીને ગંદકી થાય છે. આથી ડેપોની બહાર દબાણો કરનાર સામે યોગ્ય કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં આવતી બસોમાં મોટી સંખ્યામાં મુસાફરો આવન-જા કરે છે. જેના કારણે મુસાફરો સહિતના લોકો માટે ડેપોમાં શૌચાલયની પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દિવસ તેમજ રાત્રિના સમયે અમુક આવારા તત્વો ગંદકી ફેલાવતા હોવાની રાવ ઉઠી છે.

જેમાં ખાસ કરીને ડેપોની પાછળ, આજુબાજુ જાહેરમાં શૌચક્રીયાઓ કરીને ગંદકી ફેલાવે છે. અંગે ભરતભાઈ , વૈષ્ણવભાઈ, નરશીભાઈ વગેરે જણાવ્યું કે, ડેપોમાં થતી ગંદકી અટકાવવા માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. ઉપરાંત ડેપોના પ્રવેશ દ્વાર અને બહાર જવાના ગેટની આજુબાજુ રિક્ષાઓ સહિત ખાનગી વાહનોના અડીંગાઓ જોવા મળે છે.

જેના કારણે એસ.ટી.બસને ડેપોમાંથી બહાર કાઢવી કર્મીઓ માટે પણ મુશ્કેલીરૂપ બની જાય છે. ત્યારે આવા ખાનગી વાહનો ગેટ આગળથી દૂર કરાવવા જોઇએ.આ અંગે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોનાના સૂત્રોનાં જણાવ્યાં મુજબ ગંદકી ફેલાવતા અને દબાણકર્તા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં અધિકૃત અધિકારી દ્વારા દંડ ફટકારવામાં આવશે.

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં ગંદકી સાથે ખાનગી વાહનોના અડીંગાથી દબાણનું સામ્રાજ્ય સર્જાતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. તસવીર-પ્રવીણસોલંકી

ડેપો આગળ ખાનગી વાહનોના જમેલાથી એસ.ટી.ને નીકળવુ પણ મુશ્કેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો