તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિ ફાટસર બાયપાસ રોડ પર કારમાં આગ લાગતા અફરાતફરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણગણપતિ ફાટસર બાયપાસ રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે રોડની બાજુમાં પડેલી ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. બનાવમાં કોઇ જાનહાની થતા ઘટના સ્થળે પોલીસ દોડી જઇને આગનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

વઢવાણના ગણપતિ ફાટસર બાયપાસ રોડની આજુબાજુ મોટી સંખ્યામાં રહેણાક મકાનો આવેલા છે.ત્યારે રસ્તા પરથી નાના મોટા સહિતના વાહનોની અવરજવર દિવસે દિવસે વધી છે. દરમિયાન મંગળવારે રોડ પર એક ફ્રન્ટીગાડી પડી હતી. ત્યારે અચાનક પડેલી ગાડી 50 થી 100 મીટર ચાલવા લાગતા અને તેના ટાયરો ફાટતા આગ લાગી હતી. જો કે, ગાડીમાં કોઇ હોવાથી મોટી દૂર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં આજુબાજુના લોકો તેમજ રાહદારીઓ, વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં. ગાડીમાં આગ લાગવાની જાણ વઢવાણ પોલીસને કરતા આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

ગણપતિ ફાટસર રોડ પર ગાડી સળગી ઉઠી હતી. તસવીર-વિપુલ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો