• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sihor
  • ધો. 3 થી 8 સુધીમાં પિરિયડની પદ્ધતિ ફરજિયાત હોવી જોઈએ : ડો. વિનોદ રાવ

ધો. 3 થી 8 સુધીમાં પિરિયડની પદ્ધતિ ફરજિયાત હોવી જોઈએ : ડો. વિનોદ રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |7 �ઓગસ્ટ

શિક્ષણ મફત માં મળે છે માટે તેમની કોઈ ને કદર નથી. મિશન વિદ્યા એ માત્ર 31 ઓગસ્ટ સુધીની પ્રક્રિયા નથી પરંતુ લાંબા ગાળાની પ્રક્રિયા છે. ખાસ તો ધો. 3થી 8 સુધીમાં વર્ગખંડોમાં પિરિયડ પદ્ધતિ હોવી જોઈએ અને તમામ સી. આર. સી. કો-�ઓર્ડીનેટર અને શાળાના સ્ટાફને તેમના તમામ વિદ્યાર્થી�ઓના નામ અચૂક યાદ હોવા જોઈએ તેમ મિશન વિદ્યા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ તેમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ ડો વિનોદ રાવે માર્ગદર્શન આપ્યું હતું.

શિહોર તાલુકાના લોકભારતી સણોસરા ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં ડો. વિનોદ રાવે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ જ એક એવું તંત્ર છે જે શિક્ષણ સિવાયના અન્ય કામ પણ સો ટકા પૂર્ણ કરે છે અને તે પણ ભૂલ વગર. શિક્ષકોની આંકડાની માયાજાળમાં થી બહાર આવવાની સૂચના આપી તમામ પ્રિય બાળકોના નામ સાથેની હકીકત વાલી�ઓ પાસેથી જાણી તેમની મુશ્કેલી દૂર કરવાના પ્રયત્નો કરવા સૂચન કર્યું હતું. શિક્ષણ સુધારવાની જવાબદારી તમામ શૈક્ષણિક કર્મચારી�ઓની છે તેમ જણાવી આગામી સમયમાં ધોરણ 3 થી 5 માં પણ મિશન વિદ્યા કાર્યક્રમ લાવવામાં આવશે અને નબળા તેમજ સારા બંને પ્રકારના કાર્યોનુ મૂલ્યાંકન કરવામાં આવશે. આગામી સપ્ટેમ્બર માસમાં થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરવામાં આવશે અને સાથે ક્રોસિંગ ચેકિંગ પણ કરવામાં આવશે‌ તે�ઓએ બે વર્ષના શૈક્ષણિક વિઝનની વાત કરી શિક્ષણ ક્ષેત્રે નક્કર કામ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે લોકભારતીના નિયામક અરૂણભાઇ દવેએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...