નવનાથ અને ગૌતમેશ્વર મહાદેવ જવાનો માર્ગ બનતા રાહત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢ માસના ઉત્તરાર્ધના દિવસો ચાલી રહ્યા છે. અને આગામી તા.12/8થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. અને શ્રાવણ માસ એટલે ભાવિક ભકતજનો માટે ભગવાન શિવની આરાધનાનો માસ. અને એમાંય સિહોર એટલે એવું શહેર કે જયાં નવનાથના બેસણા છે. અને ગૌતમેશ્વર મહાદેવનું વિખ્યાત મંદિર આવેલું છે. અત્યારે માર્ગના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. સિહોરમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ફકત સિહોર શહેર તાલુકામાંથી જ નહીં,પરંતુ સમગ્ર જિલ્લા કે રાજયભરમાંથી ભાવિક ભકતજનો નવનાથના દર્શન કરવા આવતા હોય છે. સુરકાના ડેલાથી ગૌતમેશ્વર મહાદેવ સુધીનો માર્ગ છેલ્લા ઘણા વરસોથી બિસ્માર હતો. જેને કારણે ભાવિકોને ગૌતમેશ્વર મહાદેવ કે આ રોડ પર આવેલા નવનાથ પૈકીના ભુતનાથ અને ધારનાથ જવામાં ભારે હાલાકી સહન કરવી પડતી હતી. પરંતુ ભાવિકોની લાગણી અને માગણીને ધ્યાને લઇ, સિહોર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ રોડને સીસી રોડ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. શ્રાવણ માસ શરૂ થતાં જ આ રોડનું કામ લગભગ પૂર્ણ થઇ જશે. જેને કારણે ભાવિક ભકતજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. તસવીર - ગૌરાંગ ઉલવા

અન્ય સમાચારો પણ છે...