તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sihor
  • Sihor ભડલી ગામમાં ભુંડ પકડવા જેવી બાબતે ઝઘડો થતા વૃદ્ધની હત્યા

ભડલી ગામમાં ભુંડ પકડવા જેવી બાબતે ઝઘડો થતા વૃદ્ધની હત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધ પર પીકઅપવાન ચઢાવી દેવાયું ત્યારબાદ તલવારના ઘા ઝીંકાયા

ભાવનગર | સિહોર ¿ 5 ઓક્ટોબર
ભાવનગર બોરતળાવ મફતનગર િવસ્તારમાં રહેતા સરદારજી નેપાલસિંગ ગુરૂમુખસીંગ અઘરેલને જીતુસીંગ મહેન્દ્રસીંગ અઘરેલ, જનરલસીંગ મહેન્દ્રસીંગ, કર્નલસીંગ મહેન્દ્રસીંગ, પ્રધાનસીંગ મહેન્દ્ર સીંગ, પરમજીતસીંગ જનરલ સિંગ અને તખતસીંગ પ્રધાનસીંગ (રહે.ભડલી)એ તુ અમારા વિસ્તારમાં ભુંડ પકડવા કેમ આવો છો એમ કહી ભડલી ગામ પાસે નેપાલસીંગના વૃદ્ધ પિતા ગુરૂમુખસીંગ રણજીતસિંગ અઘરેલ (ઉં.વ.65) ઉપર પિકઅપ વાન ચડાવી દીધુ હતું. બાદ તેને તલવાર વડે ઈજા કરી હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેને તાત્કાલિક ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત િનપજ્યું હતું. સિહોર પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...