તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sihor
  • Sihor વરલ ગામે સાંકડા રસ્તાથી વાહન ચાલકો ત્રસ્ત : અકસ્માતની ભીતિ

વરલ ગામે સાંકડા રસ્તાથી વાહન ચાલકો ત્રસ્ત : અકસ્માતની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરલ ગામના બસ સ્ટેશન પાસે જ સાંકડો રસ્તો હોય અહીં અક્સ્માતની ભીતિ ઊભી થઈ રહી છે ત્યારે રસ્તો પહોળો કરવાની માંગ ઊઠવા પામી છે.

સિહોર તા.ના વરલ ગામના બસ સ્ટેશન પાસે પ્રમાણમાં સાવ સાંકડો રસ્તો છે.એક તરફ ગામની વસાહત અને બીજી તરફ નદી. આ બંનેની વચ્ચે સાવ સાંકડો કહી શકાય એવો રસ્તો.અહીં જો બે મોટા વાહનો સામસામા ભેગા થાય તો એક વાહનચાલકે ફરજિયાતપણે પોતાનું વાહન રિવર્સમાં લેવું જ પડે ! આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન ટાણા, દિહોર, ભદ્રાવળ, થોરાળી, બાખલકા, નાની માંડવાળી, ટીમાણા, હબુકવડ, રોયલ, તળાજા, મહુવા તરફ જતાં-આવતા હજારો વાહનો પસાર થાય છે.

રોડની ડાબી તરફ જયાં નદીનો ભાગ છે ત્યાં લગભગ દસેક ફૂટ જેટલી ઊંડાઇ છે. જો કયારેક અનાયાસે અકસ્માત સર્જાઇ તો મોટી જાનહાનિ થઇ શકે તેમ છે. આથી કાં અહીં રસ્તાને પહોળો કરવામાં આવે કાં ખુલ્લા ભાગમાં પાઇપ ગોઠવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે. હાલમાં આ રસ્તો સાવ ખુલ્લો હોય અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે તેમ છે. આથી આ રસ્તા અંગે વહેલામાં વહેલી તકે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વરલ ગામના લોકો અને આ રોડ પરથી પસાર થતાં વાહનોચાલકોની પ્રબળ માંગ ઊઠી છે.

અકસ્માત ટાળવા રેલીંગ મુકાશે
વરલ ગામની મધ્યમાં બસ સ્ટેશન પાસે સાંકડો રસ્તો છે. બાજુમાં જ નદી આવેલી છે. અહીં અકસ્માત ટાળવા માટે રેલિંગ મંજુર થઇ ગઇ છે. ટેન્ડરની પ્રક્રિયાની પૂર્ણ થયે નવી રેલિંગની કામગીરી હાથ ધરાશે. એચ.કે. દોશી, ના.કા.ઇ.માર્ગ અને મકાન વિભાગ ભાવનગર

અન્ય સમાચારો પણ છે...