તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગમાં 10 ઇંચ સુધી વરસાદ પડતાં 11 ગામો સંપર્કવિહોણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં છેલ્લા 34 કલાકમાં 10.5 ઈંચ વરસાદ પડતાં લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા બંને કાંઠે ધસમસતા વહેણ વહેતા થતા કેચમેન્ટ એરિયામાં આવતા 11 ગામો સંપર્કવિહોણા થતાં જનજીવન પર માઠી અસર પહોંચી હતી.

મંગળવારે 4 વાગ્યા સુધીના 24 કલાકમાં નવસારીમાં પોણા ત્રણ ઇંચ અને જલાલપોરમાં ઇંચ 2, ગણદેવીમાં 1.75 ઇંચ, ચીખલીમાં 2 ઇંચ, વાંસદામાં 2.5 ઇંચ અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ થયો હતો. તાપી જિલ્લામાં છેલ્લા સાતેય તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં વ્યારામાં 06 ઈંચ, વાલોડ માં 05 ઇંચ, સોનગઢ માં 04ઇંચ, ઉચ્છલ 03 ઈંચ, ડોલવણ 04 ઇંચ, નિઝર 02 ઇંચ, કુકરમુન્ડા 01 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે હળવા ઝાપટાં પડ્યાં હતાં જ્યારે કચ્છ જિલ્લો કોરો ધાકોડ રહ્યો હતો.

ડાંગ જિલ્લાના ધોધ પૂરબહારમાં ખીલ્યા
વઘઈ સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં પડેલા સારા વરસાદની અસર અહીંના ધોધ ઉપર પડી હતી. જિલ્લાના જાણીતા ધોધ વઘઈ નજીકનો ગીરા ધોધ અને સુબીરથી થોડે દૂર આવેલો ગીરમાળ ધોધ પૂરબહારમાં ખીલ્યો હતો. આ બે ધોધ ઉપરાંત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અન્ય નાના ધોધ પણ નયનરમ્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...