• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sihor
  • સિહોરમાં સોસાયટી િવસ્તારમાં સ્ટ્રીટલાઈટનાં અભાવે અંધારપટ્ટ

સિહોરમાં સોસાયટી િવસ્તારમાં સ્ટ્રીટલાઈટનાં અભાવે અંધારપટ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરમાં રહેણાંકી વિસ્તારમાં જવાના રસ્તે સ્ટ્રીટલાઇટ ન હોવાને કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સિહોરમાં રેલવે ફાટક પાસે આવેલ ગુરુકુળ શાળાની પાછળનો રસ્તો કે જયાં હાલમાં સ્ટ્રીટલાઇટ જ નથી. સાવ અંધારપટને કારણે આવારા તત્વો પોતાને મન ફાવે તેવી પ્રવૃતિ કરી શકે છે. મહિલાઓ રાત્રિના આ રસ્તેથી પસાર થઇ શકતી નથી. અહીંથી મહાગૌતમેશ્વરનગર, બાલાજીનગર, ગોકુળધામ, ગણેશનગર, પટેલ ફાર્મ, શાશ્વત બંગ્લોઝ, શર્મા પાર્ક સહિતના રહેણાંકી વિસ્તારોમાં જવાય છે. આ વિસ્તારોથી રેલવે સ્ટેશન નજીક હોવાથી અહીંથી લોકોની આવન-જાવન ચાલુ રહેતી હોય છે.

આ રોડનો લાંબો પટ્ટો સ્ટ્રીટલાઇટ વગરનો હોય અહીંથી રાત્રિના શુમારે પસાર થવામાં લોકો ભયનો અનુભવ કરી રહ્યા છે. સિહોરના ઘણા રહેણાંકી વિસ્તારોને સ્પર્શતા આ રોડ પર સ્ટ્રીટલાઇટ જેવી ક્ષુલ્લક સુવિધા ઉપલબ્ધ ન હોય આ વિસ્તારના રહીશો વહેલીતકે અંજવાળા થાય તેવું ઈચ્છી રહ્યાં છે.

નવી સ્ટ્રીટ લાઇટ માટે દરખાસ્ત કરી છે
અત્યારે જે વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ ઊડી ગઇ હોય ત્યાં નવી નાખવાની કામગીરી ચાલી રહી છે. નવી સ્ટ્રીટ લાઇટ માટે દરખાસ્ત કરવામાં આવી છે. તે મંજુર થયે બાકી રહેલા વિસ્તારોમાં ક્રમશ: નવી સ્ટ્રીટલાઇટ નાખવામાં આવશે. અલ્પેશભાઈ ત્રિવેદી, દિવાબત્તી ચેરમેન, સિહોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...