તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ વિખાતા 37 ડિગ્રીએ બફારાે વધ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |4 �ઓક્ટોબર

વાતાવરણમાં ગરમીની સાથે ભેજ વધતાં ગઇ કાલે ભાવનગર સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વલભીપુર, ગારિયાધાર, સિહોર પંથકમાં કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. પણ આજે વરસાદી માહોલ વિખાઇ જતા અને ભાવનગર શહેરમાં આજે ગરમીનો પારો 37 ડિગ્રી નોંધાતા લોકોએ દિવસ દરમિયાન ભારે બફારા અને ગરમીનો અનુભવ કર્યો હતો. ભાવનગરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતુ તો હવામાં ભેજનું પ્રમાણ 42 ટકા રહ્યું જ્યારે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી.નોંધાઇ હતી.

આગામી અઠવાડિયા શરૂ થનારી નવરાત્રીમાં પણ અરબી સમુદ્રમાં સર્જાનારા સાઈક્લોનની અસરથી વરસાદ પડી શકે છે. ભાવનગર સહિતના વિસ્તારોમાં 6 �ઓક્ટોબરે અરબી સમુદ્રમાં સક્રિય થનારા સાઈક્લોનની અસરથી આગામી અઠવાડિયામાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. ખાસ તો તા.11- 12 �ઓક્ટોબર ગુજરાત નજીકથી પસાર થ‌ઇ શકે છે, જેની અસરોથી નવરાત્રીમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડી શકે છે

અન્ય સમાચારો પણ છે...