સિહોર પાલિકા નવા બિલ્ડીંગમાં થશે કાર્યરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર નગરપાલિકાની ખાસ સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ દિપ્તિબેન વી.ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયેલ.આ સભામાં નગરસેવા સદનના બિલ્ડિંગના સ્થળનો ફેરફાર કરવા નિર્ણય કરવામાં આવેલ. એલ.ડી.મુની હાઇસ્કૂલ સામે ગાંધીબાગવાળી જગ્યાએ નવું આધુનિક અને વિશાળ નગર સેવા સદનના બિલ્ડિંગના સ્થળનો ફેરફાર કરવા નિર્ણય કરવામાં આવેલ.આ સભામાં નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યો એ પણ શહેરના હિતમાં આ નિર્ણય હોય આ નિર્ણયને આવકારેલ.

અન્ય સમાચારો પણ છે...