દિવ્યાંગ વિધાર્થીઓને વિનામુલ્યે નોટબૂક વિતરણ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ જીવન સંઘર્ષ વિકાસ ટ્રસ્ટ દિવ્યાંગ સંસ્થા દ્વારા સતત છઠ્ઠા વરસે સિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ધો.1થી 12 સુધીના તમામ દિવ્યાંગ (વિકલાંગ) વિધાર્થીઓ તેમજ દિવ્યાંગ વાલીઓના સંતાનોને વિનામુલ્યે નોટબૂક અને ફુલસ્કેપ ચોપડાઓનું તા.11/6થી તા.15/6 સુધી તાલુકા પંચાયત સામે, બગીચાની બાજુમાં, સિહોર ખાતેથી વિતરણ કરવામાં આવશે. નોટબૂક લેવા આવનારે વિકલાંગતા સર્ટિફિકેટની નકલ અને છેલ્લા વર્ષની માર્કશીટની નકલ સાથે લાવવી.

અન્ય સમાચારો પણ છે...