તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંપતિ સામે 18.50 લાખની છેતરપિંડીની થયેલી ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર|ભાવનગર|29 જૂન

એક જ મકાનના બે કે ત્રણ -ત્રણ દસ્તાવેજો બનાવી તેનુ જુદી-જુદી વ્યકીતઓને વેચાણ કરવાના અગાઉ અનેક કીસ્સાઓ પ્રકાશમાં આવી ચુકયા છે. તો કેટલાક લોકોએ મકાન પર બેન્કમાંથી લોન લઇ મકાન વેંચી છેતરપીંડી આચર્યાના પણ અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે. આવો વધુ એક કીસ્સો ભાવનગર શહેરમાં બનવા પામ્યો છે. જેમાં શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા દંપતીએ પોતાના મકાનના દસ્તાવેજ પર બેન્ક લોન લીધી હોવા છતાં મકાનને વેચાણ આપી વેચાણની આવેલ કિંમત રૂ.18.50 લાખ મેળવી પરત નહિ કરી વિશ્વાસઘાત-છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના તરસમીયા રોડ ખારશી વિસ્તારમા મકાન નંબર 97 માં રહેતા નિર્મળાબેન કાન્તીલાલ પંડયા એ ઘોઘારોડ પર આવેલા રવિપાર્કના પ્લોટ નંબર 68/2 માં રહેતા નીરજભાઇ પ્રવિણચંદ્ર આસ્તીક અને જલ્પાબેન નીરજભાઇ આસ્તીક વિરૂધ્ધ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પતિ-પત્નિના પ્લોટ નંબર-68/2 ની જમીન પરના મકાનના દસ્તાવેજ પર સિહોર નાગરિક બેન્કમાંથી ધીરાણ મેળવ્યું હોવા છતાં ગત તા.1 જાન્યઆરી 2017 થી આજ દિન સુધી બન્ને પતિ-પત્નીએ પોતાનું મકાનનું વેચાણ કરી ફરિયાદી નીર્મળાબેન પાસેથી વેચાણની કુલ કિંમતના રૂપિયા 18.50 લાખ મેળવી પરત નહિં આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હતી.

આ બનાવ અંગે નીર્મળાબેને બી.ડીવીઝન પોલીસ મથકમાં ઉપરોકત દંપતિ સામે વિશ્વાસઘાનતી ફરિયાદ નોંધાવતા પોલીસ દંપતિ વિરૂધ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...