તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરના વિકસતા વિસ્તારોમાં કચરો નહિ ઉપાડાતા ગંદવાડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર નગરપાલિકા દ્વારા ઘેર-ઘેર ભીનો કચરો અને સુકા કચરો લેતું વાહન ગુંદાળા વિસ્તારમાં જતું ન હોવાને કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

સિહોર શહેરના મોટા ભાગના રહેણાંકી વિસ્તારોમાં ભીનો અને સુકો કચરો લેવા માટે વાહન ઘેર-ઘેર જાય છે.પરંતુ વિકાસની વાતો વચ્ચે ગુંદાળા વસાહતમાં હજી પણ કચરો લેવા નગરપાલિકાનું કોઇ વાહન જતું નથી.જેને કારણે આ વિસ્તારના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

સિહોર ભાવનગર તરફ ગુંદાળા અને રામનગર વિસ્તારમાં વિકસી રહ્યું છે. અહીં આવેતુંઓની સંખ્યા પણ ખાસ્સી છે. અને રોજી-રોટી માટે લોકો આ વિસ્તારમાં વધુ આવતા હોય છે. આથી વહેલામાં વહેલી તકે ભીના કચરા અને સુકા કચરાનું વાહન કચરો લેવા જાય એવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

આ રહી સોસાયટીઓ જ્યાં વાહન નથી આવતું
સિહોરમાં ભાવનગર રોડ પર ગુંદાળા વિસ્તાર આવેલો છે. અને આ વિસ્તારમાં ગુંદાળા વિસ્તાર, નંદનવન સોસાયટી, બજરંગદાસ સોસાયટી, રામનગર વિસ્તાર સહિતના રહેણાંકી વિસ્તારોમાં આવેલા છે. આ વિસ્તારોમાં એક મોટા ગામ જેટલા લોકો વસવાટ કરે છે. પરંતુ નગરપાલિકા આ બાબતથી અજાણ હોય તેમ હજી સુધી અહીં ઘેર-ઘેર કચરો લેવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી નથી.

ઓછા વાહનોને કારણે સમસ્યા છે
સિહોર નગરપાલિકા પાસે હાલમાં ભીનો અને સુકો કચરો લેવા માટે વાહનો ઓછા છે. આ વાહનો સરકાર જાતે જ ખરીદીને જે તે નગરપાલિકાને આપે છે. સિહોરને આવા પાંચ વાહનો મળવાના છે. આગામી ટૂંક સમયમાં જ વાહનો મળ્યા બાદ ગુંદાળા સહિતના વિસ્તારોમાં કચરો લેવા માટે વાહન શરૂ કરવામાં આવશે. બી.આર. બરાળ, ચીફ ઓફીસર, િસહોર નગરપાિલકા

અન્ય સમાચારો પણ છે...