સિહોર પંથકમાં રામાપીર ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

મંગળવારથી મહોત્સવનો પ્રારંભ બોરડી, કરકોલીયા, ગુંદાળામાં ત્રિદિવસીય કાર્યક્રમ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:15 AM
Sihor - સિહોર પંથકમાં રામાપીર ઉત્સવ ધામધૂમથી ઉજવાશે
સિહોર બ્યુરો | 16 સપ્ટેમ્બર

સિહોરમાં ભાવનગર રોડ પર આવેલ ગુંદાળા વિસ્તાર તેમજ સિહોર તાલુકાના બોરડી અને કરકોલિયા ગામે રામાપીરનો જન્મોત્સવ ધામધૂમ અને હર્ષોલ્લાસભેર ઉજવાશે.

જેમાં કરકોલિયા ગામે તા.18/9ને મંગળવારથી તા.20/9 ગુરુવાર સુધી રામદેવપીરના મંદિરે રામાપીર બાપાનો 15મો પાટ મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં નેજો ચડાવવાનું, હવન પાટોત્સવ, દેગ ઉતરણ,સંતવાણી, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો રામદેવપીર યુવક મંડળ તેમજ કરકોલિયા ગામ સમસ્ત દ્વારા ઉજવાશે.

બોરડી ગામે તા.18/9ને મંગળવારથી તા.20/9 ગુરુવાર સુધી રામાપીર બાપાનો 18મો પાટોત્સવ રામદેવપીર યુવક મંડળ તેમજ બોરડી ગામ સમસ્ત દ્વારા ઉજવાશે.જેમાં મંગળા આરતી, પાટપૂજન, નેજાપૂજન, ભજન સંધ્યા, નગરયાત્રા, પીરના સામૈયા, આખ્યાન, દેગ ઉતરણ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે.

જયારે સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરે રામદેવપીરનો 32મો ધાર્મિક ઉત્સવ રામદેવપીર યુવક મંડળ ગુંદાળા દ્વારા તા.18/9ને મંગળવારથી તા.21/9 શુક્રવાર સુધી ઉજવાશે.જેમાં અખંડ રામધૂન, સંતવાણી,ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે.

X
Sihor - સિહોર પંથકમાં રામાપીર ઉત્સવ ધામધૂમથી ઉજવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App