Home » Saurashtra » Bhavnagar District » Sihor » Sihor - વૃક્ષારોપણ સાથે સિહોરને ગ્રીનસિટી બનાવવા કવાયત

વૃક્ષારોપણ સાથે સિહોરને ગ્રીનસિટી બનાવવા કવાયત

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:15 AM

Sihor News - પ્રદુષણ ઘટાડવા સાથે લોકજાગૃતિ માટે પ્રયાસ

  • Sihor - વૃક્ષારોપણ સાથે સિહોરને ગ્રીનસિટી બનાવવા કવાયત
    સિહોર બ્યુરો | 16 સપ્ટેમ્બર

    દિવસે દિવસે વસતી વધતી રહી છે. અને વધતી વસતીના અનુપાતમાં વૃક્ષોની સંખ્યા પણ ઘટી રહી છે. આથી પ્રદૂષણનું પ્રમાણ બેશુમાર માત્રામાં વધી રહ્યું છે. એમાંય સિહોર જેવું શહેર કે જયાં ઉધોગોનું પ્રમાણ વધારે છે ત્યાં પ્રદૂષણને ડામવા માટે સિહોરના 10 યુવાનોએ ગ્રીન ઇન્ડિયા ગ્રુપ બનાવી સિહોર શહેરની સ્વચ્છ બનાવવા પ્રયાસો આદર્યા છે.

    સિહોરના દસ યુવાનો દ્વારા સિહોર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે ગ્રીન ઇન્ડિયા ગ્રુપ ઓફ સિહોરની સ્થાપના કરવામાં આવેલ. આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં અલગ-અલગ સામાજિક સંસ્થા, રાજકીય પક્ષો સાથે રહીને વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. જયાં જયાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેની પૂરી કાળજી લઇ તેનું જતન કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ