સુદામડાથી સાયલા જવા વધુ એક બસ ફાળવો : વિદ્યાર્થીઓ

સવારેે એકમાત્ર બસથી મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
સુદામડાથી સાયલા જવા વધુ એક બસ ફાળવો : વિદ્યાર્થીઓ
સાયલા તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતા સુદામડા ગામ અને આજુબાજુના ગામના 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સાયલા અને સુરેન્દ્રનગર અપડાઉન કરે છે. પરંતુ સવારમાં 9 કલાકની બસમાં ખુબ જ ભીડ જોવા મળે છે. આ બાબતે ગ્રામપંચાયતના સદસ્યે તંત્રને વધુ એક બસની સુવીધા આપવા રજૂઆત કરી છે.

સાયલા તાલુકાના 10 હજારની વસ્તી ધરાવતા સુદામડા ગામે એસ.ટીની અધુરી સેવા જોવા મળી રહી છે. સુદામડાથી 100થી વધુ વિદ્યાર્થીઓ સાયલા પ્રાથમિક અને હાઇસ્કુલમાં અભ્યાસ માટે આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુદામડાથી સાયલા, સુરેન્દ્રનગર જવા માટે સવારે 7 કલાક બાદ દેવગઢથી સુરેન્દ્રનગર તરફ જતી સવારે 9 કલાક બાદ કોઇ બસની સુવીધા ન હોવાના દેવગઢવાળી બસમાં વધુ ભીડ જોવા મળે છે. સાયલા, સુરેન્દ્રનગર તરફ જતા વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહયા છે. આ બાબતે ગ્રામપંચાયતના સદસ્ય સોતાજભાઇ યાદવે સવારે 10 કલાકની આસપાસના સમયની વધુ એક બસ સેવા શરૂ કરવા તંત્રને રજૂઆત કરી છે. હાલમાં સાયલા સ્કુલ, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફરજીયાત 9 કલાકની બસમાં મુસાફરી કરવી પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સમયનો વ્યવ થાય છે. આ બાબતે કોઇ ઉકેલ ન આવે તો તંત્ર સામે ગાંધી ચિન્ધયા માર્ગની પણ ચિમકી આપી છે.

સાયલાના સુદામડા ગામે 9 કલાકની એક માત્ર બસ સેવા હોવાથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. તસવીર-પરેશ રાવલ

X
સુદામડાથી સાયલા જવા વધુ એક બસ ફાળવો : વિદ્યાર્થીઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App