થોરિયાળીમાં ભેદી રોગચાળાથી 7 દિવસમાં 25 પશુનાં મોત થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાના થોરીયાળી ગામે છેલ્લા સાત દિવસમાં રોગચાળામાં 25 જેટલા નાના પશુઓના મોત થતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી છે. આ બાબતે ગ્રામજનોએ પશુચિકત્સકોને જાણ કરતા ગામના 400થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતુ. અને લોહી સેમ્પલ લઇને વધુ રોગ બાબતે તપાસ હાથ ધરી છે.

થોરીયાળી ગામે છેલ્લા કેટલાંક દિવસથી પશુઓના ભેદી મોતથી પશુપાલકો ચિંતત હતા. પરંતુ પશુઓના મોત થવાના સિલસિલો ચાલુ રહેતા પશુપાલકોમાં દોડધામ મચી હતી. આ બાબતે પશુચિકત્સકોને જાણ કરવામાં આવતા ડો.હાર્દિક બેગડીયા, રાકેશભાઇ પ્રજાપતિ, મેહુલભાઇ સહિતની ટીમે અને થોરીયાળી ગામના જેઠાભાઇ રબારી અને પ્રતાપસિંહ રાઠોડ દરેક પશુપાલકોના 400થી વધુ પશુઓને તપાસવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં પશુઓને ગાંઠીયો તાવ (બી.કયુ)નામના રોગ જોવા મળ્યો હતો. પશુપાલક કરશનભાઇ રબારી, ગોવિંદભાઇ પથુભાઇ, કરણસિંહ મોબતસિંહ, રાજુભાઇ ભાંભળા સહિત પશુપાલકોના પશુના મોત થતા પશુચિકત્સકોએ અન્ય પશુઓના લોહીના સેમ્પલ લીધા હતા. અને એ.ડી.યુ.આઇખાતે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ બાબતે ડો.હાર્દિક બેગડીયાએ જણાવ્યું કે ગ્રામજનોના જણાવ્યા મુજબ 20થી વધુ પશુઓના મોત થયા છે. વાતાવરણના બદલાવના કારણે ગાંઠીયો તાવ (બી.કયુ)નામના રોગ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...