ડોળિયા પાસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગથી ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાના ડોળીયા પાસે ત્રણ વર્ષ પહેલાના ઝઘડાના સાક્ષી બનવા બાબતના મનદુ:ખના કારણે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા દોડધામ મચી હતી. જયારે સામે થયેલી ફરીયાદમાં ગોસળ ગામના બોર્ડ પાસે કાર લઇને આવેલા ચાર શખ્સોએ કોળી યુવાનને માર મારી રીવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને બીજી ગાડી લઇ આવેલા શખ્સોએ ગાડીને નુકશાન કર્યાની સાયલા પોલીસે ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સાયલાના ડોળીયા ગામના વિપુલભાઇ ગોહિલ સાથે ગામના મોતીભાઇ કોળીને ત્રણ વર્ષ પહેલાના ઝઘડાના સાક્ષી બનવા બાબતનું મનદુ:ખ થયુ હતું. આ બાબતે ભુપતભાઇ કોળી અને મોતીભાઇએ આવીને ઝઘડો કરી ભુપતભાઇએ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યુ હતું. જયારે સામે થયેલી ફરીયાદમાં ગોસળ ગામના બોર્ડ પાસે મોતીભાઇ કોળી અને ભુપતભાઇ કાર લઇને ઉભા હતા. આ દરમિયાન કાર લઇને આવેલા ડોળીયા ગામના અજીતભાઇ, મુન્નાભાઇ, વિપુલભાઇ, અશોકભાઇ અને મહિપતભાઇએ ઝઘડો કરીને મોતીભાઇને માર માર્યો હતો. અને વિપુલભાઇએ રીવોલ્વર બતાવી ધમકી આપી હતી. બીજી કાર લઇને આવેલા મહિપતભાઇએ ભુપતભાઇ ધોકાથી કારને નુકશાન કર્યુ હતું . આ બાબતની સાયલા પોલીસને જાણ થતા પી.એસ.આઇ એ.એ.જાડેજા સહિત પોલીસ કર્મીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...