તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલા તાલુકાની શિક્ષક સંઘની ચૂંટણી સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા તાલુકામાં શિક્ષક સંઘની સભાસદોની ચૂંટણી વધુ ઉત્તેજક બની છે. 14 પે.સે.શાળા અને 1 બી.આર.સીના સભ્યોમાં ચૂંટણીમાં સાયલા 2 અને 3, સાપર, નોલી, નાગડકા, ધાંધલપુર, નડાળાની પે.સે.શાળા સહિત 7 સમરસ બની છે. પરંતુ ધજાળા, સાયલા-1, ડોળીયા, ચોરવીરા, સુદામડા 1-2, નિનામા, ધજાળા સહિત 8 પે.સે.શાળાના 45 સભ્યો માટે જીતની દાવેદારી સાથે 64 શિક્ષકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

મંગળવારે 8 પે.સે.શાળામાં યોજાયેલાં મતદાનમાં મોટી સંખ્યામાં શિક્ષકોમાં અનેક સમિકરણો સાથે મતદારોને મનામણા કરતા જોવા મળતા અને વધુ મતદાન થાય તે માટે હરીફ ઉમેદવારોમાં એડીચોટીનું જોર લગાવ્યું હતુ 8 પે.સે.શાળામાં અંદાજીત 400 શિક્ષકોએ મતદાન કરતા આવનાર દિવસોમાં મતગણતરી બાદ 45 ઉમેદવારો હરીફ ઉમેદવારો શિક્ષણ સંધના સભ્યો બનશે.

અન્ય સમાચારો પણ છે...