સાયલામાં કચરો નાંખવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણુ

એક મહિલા અને ત્રણ યુવાનો સહિત 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત : 28 સામે ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Sayla - સાયલામાં કચરો નાંખવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણુ
સાયલાના સર્વોદય જીન વિસ્તારમાં રહેતા બે પરિવાર વચ્ચે કચરા નાખવાની બાબતે થયેલા ઝધડામાં રાત્રીના સમયે લાકડી, પાવડા, ધારીયાથી હુમલો કરતા એક મહિલા સહિત ચાર વ્યક્તીઓ ઇજાગ્રસ્ત થતા દવાખાને લઇ જવાયા હતા આ અંગે ત્રણ મહિલા સહિત 28 શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સાયલામાં ડમ્પર ચલાવતા ભવાનભાઇ વાઘાભાઇ સભાડ ઘરે રાત્રીના સમયે પરિવાર સાથે હતા. આ દરમિયાન કચરો નાંખવા બાબતે થયેલા ઝધડાનું મનદુખ રાખીને અમુક શખ્સો લાકડી, પાવડા, ધારીયા સહિતના હથીયારો સાથે ભવાનભાઇના ઘરમાં ઘુસી આવ્યા હતા. અને ભવાનભાઇના પરીવાર પર હુમલો કરતા વનાભાઇ હીરાભાઇ સભાડ, બાલાભાઇ વહાભાઇ સભાડ, સોનાબેન ગેલાભાઇ, કાશીબેન ગભુભાઇ સભાડને ગંભીર ઇજા થઇ હતી. તેમજ ધમકી આપી તમામ શખ્સો નાસી છૂટ્યા હતા. આ બાબતે ગેલાભાઇ વહાભાઇએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

કોની કોની સામે ફરિયાદ

અજુભાઇ વીભાભાઇ મીર, રાજુભાઇ અજુભાઇ, મફાભાઇ અજુભાઇ, ધીરુભાઇ લખમણભાઇ, રઘુભાઇ લખમણભાઇ મીર,રુણુભાઇ કાળુભાઇ, મીઠાભાઇ કાળુભાઇ, દીલાભાઇ રાણાભાઇ, સારાભાઇ, લાલાભાઇ માંડણભાઇ, વેલાભાઇ જોગાભાઇ, કાળુભાઇ, વિક્રમભાઇ છેલાભાઇ, ગણપતભાઇ સેલાભાઇ, વેલાભાઇ, જગાભાઇ વેલાભાઇ, વેલાભાઇ દોલાભાઇ, લાખાભાઇ મફાભાઇ, છેલાભાઇ દોલાભાઇ, હરીભાઇ પોપટભાઇ, લાલાભાઇ દેવકણભાઇ, દેવકણભાઇ મીર, જેરામભાઇ સેલાભાઇ, હિતેષભાઇ ઘુડાભાઇ, દિલાભાઇ વશરામભાઇ, ટીડીબેન અજુભાઇ, ગંગાબેન લખમણભાઇ, વિજુબેન રઘુભાઇ મીર,

X
Sayla - સાયલામાં કચરો નાંખવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App