• Gujarati News
  • પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર ઝડપાયો

પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર ઝડપાયો
ભાસ્કરન્યૂઝ. અમરેલી
જુનાગઢનીઆરઆરસેલની ટુકડી પર હુમલાની ઘટના સાવરકુંડલા દોલતી રોડ પર સાવરકુંડલાથી દોઢેક કિમી દુર ગઇરાત્રે બની હતી. ગોરડકાના કેટલાક શખ્સો વાહનમાં ઢોરની હેરાફેરી કરી રહ્યાં હતા ત્યારે જુનાગઢ આરઆરસેલની ટુકડીએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા અહીના બાઘા દેવીપુજક, સુભા બાઘા સહિ‌ત બારેક શખ્સોના ટોળાએ તેના પર ખુની હુમલો કરી ગાડીમા તોડફોડ કરી માથે આઇસર ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો.દરમિયાન પોલીસે હુમલો કરનારા શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. સાવરકુંડલા તાલુકા પોલીસના સુત્રોએ જણાવ્યું હતુ કે ટોળા પૈકી પ્રવિણ બાઘાની આજે ધરપકડ કરવામાં આવી હતી. જો કે હજુ તેને અદાલતમા રજુ કરાયો હતો.