વંડાના શિક્ષકને એવોર્ડ આપી મંચ પરથી આપાઇ જન્મદિનની શુભેચ્છા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંડાના શિક્ષકને એવોર્ડ આપી મંચ પરથી આપાઇ જન્મદિનની શુભેચ્છાપૂર્વરાષ્ટ્રપતિ અને મીસાઇલ મેન ભારત રત્ન ડો. એપીજે અબ્દુલ કલામ સાથે અમરેલીની યાદો સંકળાયેલી છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેઓ અમરેલીના બાબાપુરમાં સર્વોદય શિક્ષણ સંસ્થામાં આવ્યા હતાં અને છાત્રોને પ્રેરણાદાયી પ્રવચન આપ્યુ હતું. સાવરકુંડલાના શિક્ષકને ડો. કલામના હસ્તે દિલ્હી ખાતે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરાયો હતો. શિક્ષક સુધીરભાઇ મહેતાએ તેમના નિધન અંગે ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.

સમયે ડો. એપીજે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા હતાં. તે સમયે તેઓ બાબાપુરમાં સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઇ પુરોહીતની સર્વોદય સંસ્થાની મુલાકાતે આવ્યા હતાં. સમયે ડો. કલામ દેશભરમાં ફરી રહ્યા હતાં અને દેશભરના વિદ્યાર્થીઓમાં અંદર રહેલી ચેતનાને જાગૃત કરવા ઠેર ઠેર સંબોધન કરતા હતાં. બાબાપુરમાં તેમણે પ્રેરણાદાયી પ્રવચન આપી છાત્રોને પ્રોત્સાહીત કર્યા હતાં.

બીજી તરફ વંડાના લેખક અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર સુધીરભાઇ મહેતાએ ડો. કલામને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમણે જણાવ્યુ હતું કે તા. 5/9/04ના રોજ શિક્ષકદિન નિમિતે નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં ડો. કલામના હસ્તે તેમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારીતોષીત અર્પણ કરાયો હતો. દિવસે સુધીરભાઇનો જન્મ દિવસ પણ હતો અને ડો. કલામે તેમને મંચ પર જન્મદિનની શુભકામના પણ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...