તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સેનિટોરીયમ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં ગરીબોને ચીજ વસ્તુઓનંુ વિતરણ

સેનિટોરીયમ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં ગરીબોને ચીજ - વસ્તુઓનંુ વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામામહેતા રામજી અમરશી સાર્વજનિક સેનીટોરીયમ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામા આવી રહ્યાં છે ત્યારે સાવરકુંડલા સહિત આસપાસના ગામોમા રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જરૂરી ચિજવસ્તુઓનુ વિતરણ કરવામા આવ્યું હતુ. દિપાવલીમા ઘરમા બિનઉપયોગી ચિજવસ્તુઓ એકઠી કરાયા બાદ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા તેમજ આસપાસના ગામડાઓમા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ઘર સુઘી પહોંચી જરૂરી ચિજ વસ્તુઓ પહોંચાડી હતી. મહેતા રામજી અમરશી સાર્વજનિક સેનીટોરીયમ ટ્રસ્ટના પ્રમુખ ડો.જે.બી.વડેરા, જયંતીભાઇ વાટલીયા અને ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો. ટ્રસ્ટના કર્મચારી પ્રફુલભાઇ ગોસાઇ, શિરીષભાઇ ઠાકર દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના ગામડાઓમા જરૂરિયાતમંદ લોકોનો ઘરે ઘરે સર્વે કરી બાદમા દિપાવલીમા એકઠી થયેલી ચિજવસ્તુઓનુ વિતરણ કરવામા આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...