• Gujarati News
  • ઢોરની હેરાફેરી કરતા 12 શખ્સોનો િહંચકારો હુમલો : આરઆરસેલની ગાડી પર આઇસર ચઢાવી દીધી

ઢોરની હેરાફેરી કરતા 12 શખ્સોનો િહંચકારો હુમલો : આરઆરસેલની ગાડી પર આઇસર ચઢાવી દીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોરની હેરાફેરી કરતા 12 શખ્સોનો િહંચકારો હુમલો : આરઆરસેલની ગાડી પર આઇસર ચઢાવી દીધી
ભાસ્કરન્યૂઝ. અમરેલી/સાવરકુંડલા
જુનાગઢઆરઆરસેલની ટુકડી ગઇ મધરાત્રે સાવરકુંડલા-દોલતી રોડ પર ઢોરની હેરાફેરીનું ચેકીંગ કરી રહી હતી ત્યારે ગોરડકાના આયસર ચાલકે તેમના પર હુમલો કરી પોલીસની ગાડી સાથે આયસર અથડાવી છુટા પત્થર અને ટોમીના ઘા મારી ગાડીમાં તોડફોડ કરી પોલીસ કર્મીઓની હત્યાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. હુમલો કરી બારેય શખ્સો બે વાહનમાં નાસી છુટ્યા હતાં.
રેન્જ આઇજીની સુચના મુજબ સેલના જયસુખભાઇ મનસુખભાઇ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓ જી જે 13 એન 4060 નંબરની બોલેરો લઇ અહિં ઢોરની હેરાફેરી અંગે વાહન ચેકીંગ કરી રહ્યા હતાં. તે સમયે ગૌવંશ પશુઓને લઇ આયસર ગાડી નિકળી હતી અને પોલીસની ટુકડી જોઇ તેણે ગાડી ભગાવી મુકી હતી. આરઆરસેલની ટુકડી દ્વારા આયસરનો પીછો કરવામાં આવ્યો હતો. જો કે સમયે ગોરડકાના બાઘા દેવીપૂજક, રાણી બાઘા, સુભા બાઘા અને સાગર બાઘાએ આયસર રીવર્સમાં લઇ બોલેરો ગાડી પર ચડાવી દેવાનો પ્રયાસ કરી પોલીસ કર્મીઓના જીવ જોખમમાં નાખી દીધા હતાં. સમયે સ્વીફ્ટ કારમાં અજાણ્યા આઠ શખ્સો પણ ત્યાં આવી ચડયા હતાં અને પોલીસની ગાડી પર છુટ્ટા પત્થરોના ઘા વરસાવ્યા હતાં. સુભા બાઘા ટોમી લઇ પોલીસની ગાડી પર ચડી ગયો હતો અને બોનેટ તથા કાચ પર ટોમીના ઘા મારી તોડફોડ કરી નાખી હતી. પોલીસની ગાડીને રૂા. 25000 જેવું નુકશાન પહોંચાડી તમામ 12 શખ્સો આયસર અને સ્વીફ્ટ કાર લઇ નાસી છુટ્યા હતાં. જયસુખભાઇ ભટ્ટે બારામાં સાવરકુંડલા પોલીસમાં ફરીયાદનોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ ગડુ ચલાવી રહ્યા છે.
કુંડલા નજીક પોલસકર્મીની હત્યાનો પ્રયાસ
ઢોરની હેરાફેરી કરતા તત્વો બન્યા બેફામ
અમરેલીજીલ્લામાંઢોરની હેરાફેરી અને કતલખાને મોકલવાની પ્રવૃતિ બેફામપણે ચાલી રહી છે. પશુઓની ગેરકાયદે કતલ પણ મોટા પ્રમાણમાં થઇ રહી છે. ત્યારે ગઇકાલે રેન્જ આઇજીની ખાસ સ્ક્વોડ પર રીતે હુમલો થતા સાબીત થયુ હતું કે ઢોરની હેરાફેરી કરતા તત્વો બેફામ બન્યા છે.