• Gujarati News
  • સાવરકુંડલા યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ ફાવી : ભાજપની છાવણીમાં સન્નાટો

સાવરકુંડલા યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ ફાવી : ભાજપની છાવણીમાં સન્નાટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાર્કેટીંગયાર્ડની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ધુળ ચાટતી થઇ ગઇ અને કોંગ્રેસને ઝળહળતી સફળતા મળતા ભાજપ છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે જ્યારે કોંગી છાવણી ગેલમાં છે. ભાજપના સાંસદ કાછડીયા અને ધારાસભ્ય વી.વી. વઘાસીયાએ યાર્ડની ચુંટણીમાં પોતાનું જોર લગાવ્યુ હતું. જ્યારે સામાપક્ષે સંઘાણી જુથ તેમની વિરૂધ્ધમાં હતું. જેનો ભરપુર ફાયદો ઉઠાવી કોંગ્રેસે યાર્ડ હસ્તગત કરી લીધુ હતું. ગણતરીના સમયે યાર્ડમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં.
સાવરકુંડલા માર્કેટીંગયાર્ડ માટે ગઇકાલે મતદાન યોજાયા બાદ આજે સવારે નવ કલાકે માર્કેટીંગયાર્ડ ખાતે મતગણતરીનો આરંભ થયો હતો. સર્વ પ્રથમ તેલીબીયા ખરીદ વેચાણ વિભાગની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીના પુત્ર હસુભાઇ વિરાણી સહિત ત્રણ ઉમેદવારો બે સીટ માટે મેદાનમાં હતાં. ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોતાના પુત્રને ચુંટી કાઢવા એડીચોટીનું જોર લગાવ્યુ હતું. પરંતુ તેમના હાથ પર હેઠા પડયા હતાં અને વિરાણીના પુત્ર સિવાયના બાકીના કોંગ્રેસના બન્ને ઉમેદવાર દેવાયતભાઇ બલદાણીયા અને બાબુભાઇ પાટીદાર વિજેતા બન્યા હતાં.
વેપારી વિભાગની ચાર બેઠક માટે નવ ઉમેદવાર મેદાનમાં હતાં. જે પૈકી કોંગ્રેસના તમામ ચાર ઉમેદવાર વિજયી બન્યા હતાં. જ્યારે ખેડૂત મતદાર વિભાગની આઠ બેઠક માટે 16 ઉમેદવાર મેદાનમાં હતાં. જેમાંથી કોંગ્રેસ પ્રેરીત પેનલના તમામ આઠ ઉમેદવાર વિજયી થયા હતાં જ્યારે ભાજપ પ્રેરીત પેનલના તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિપકભાઇ માલાણી પણ ચુંટાઇ આવ્યા હતાં.
સાવરકુંડલા યાર્ડમાં સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પ્રેરીત ભાજપની વિકાસ પેનલ સામે તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ માલાણી પ્રેરીત કોંગ્રેસની વેપારી પેનલ વચ્ચે સીધો જંગ હતો. જે એક પક્ષીય બની રહ્યો હતો. પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીના ગણાતા ટેકેદારો અને સાંસદ કાછડીયાના ટેકેદારોના સ્પષ્ટ બે જુથ પડી ગયા હતાં. જેની કિંમત ભારતીય જનતા પાર્ટીએ ચુકવી હતી. તો બીજી તરફ જંગી સફળતાથી કોંગ્રેસ છાવણી ખુશખુશાલ બની ગઇ હતી. શહેરના માર્ગો પર વાજતે ગાજતે વિજય સરઘસ નિકળ્યુ હતુ અને રિધ્ધી-સિધ્ધી ચોકમાં આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
તસ્વીર : િદપક પાંધી
સાવરકુંડલા યાર્ડનીચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીમા