તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલા-અમરેલીમાંથી આઠ જુગારી રમતા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઅને સાવરકુંડલા પોલીસે જુગારના જુદા જુદા બે દરોડા પાડી આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં. જુગારીઓ પાસેથી 7400થી વધુનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.

અમરેલી જીલ્લા પોલીસે છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જીલ્લામાં દારૂ અને જુગારના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી છે. સાવરકુંડલામાં ગઇકાલે એક સાથે બે જુગારધામ ઝડપાયાની ઘટના બાદ મધરાત્રે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે અહિંથી પઠાણફળીમાં રહેતા અહેમદ મહેબુબભાઇ પઠાણ, સાજીદ કાદરભાઇ લોહીયા, સદામ અબ્દુલભાઇ કુરેશી અને ઇરફાન બાબાભાઇ કુરેશી નામના શખ્સોની ધરપકડ કરી હતી. શખ્સો પાસેથી પોલીસે રૂા. 3290નો મુદામાલ મળી આવ્યો હતો.

જુગારનો એક આવો અન્ય દરોડો અમરેલી સીટી પોલીસે બહારપરાના કોળી વાડ પાસે ગઇકાલે સાંજે પાડ્યો હતો. બાતમીના આધારે સીટી પોલીસે અહિં પહોંચી જાહેરમાં જુગાર રમતા રામજી ભુપત ડાભી, હુસેન હાજી બીલખીયા, પ્રકાશ ભનુ જીંજુવાડીયા અને જયદિપ સુરેશ જીંજુવાડીયા નામના શખ્સોએ રૂા. 4200ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. આમ બે સ્થળેથી આઠ જુગારી ઝડપાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...