• Gujarati News
  • છાત્રોેને યુનિફોર્મથી લઇ પાઠ્ય પુસ્તકોની સુવિધા

છાત્રોેને યુનિફોર્મથી લઇ પાઠ્ય પુસ્તકોની સુવિધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાત્રોેને યુનિફોર્મથી લઇ પાઠ્ય પુસ્તકોની સુવિધા



સાવરકુંડલામાંપછાત વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુથી મુળ સાવરકુંડલાના અને હાલ અમેરિકા રહેતા ડો. ભાસ્કરભાઇ બનજારાએ વતનનુ ઋણ ચુકવવા અહી એક શાળાનુ નિર્માણ કર્યુ હતુ. અહી ગરીબ બાળકોને વિનામુલ્યે અભ્યાસ કરાવવામા આવે છે. બાદમાં શાળાનુ સંચાલન પુ. મુકતાનંદબાપુને સોંપી દેવામા આવ્યું હતુ. પુ. મુકતાનંદબાપુએ અહી લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ બનાવ્યું હતુ જેનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

સાવરકુંડલામાં ડો. ભાસ્કરભાઇ અને સુવર્ણાબેને ગરીબ વિદ્યાર્થીઓ વિનામુલ્યે અભ્યાસ કરી શકે તે માટે અહી શાળા બનાવી હતી. રસીકભાઇ, જયોતીબેન, પરેશભાઇ સહિતે પછાત વિસ્તારમાં શાળા ચલાવવાનુ નકકી કર્યુ હતુ. ભાસ્કરભાઇ અમેરિકાથી વારંવાર આવી શકતા હોય બાદમાં શાળાનુ સંચાલન પુ. મુકતાનંદબાપુને સોંપી દેવામા આવ્યું હતુ. અહી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને યુનિફોર્મથી લઇ નાસ્તો પુરો પાડવામા આવે છે. પુ. મુકતાનંદબાપુએ શાળાની સરકારી મંજુરી લઇ સરકાર માન્ય બનાવી હતી. શાળાના બે યુનિટ હતા બીજા યુનિટમા ગ્રાઉન્ડ અને કલાસરૂમની ઘટ પડતી હોય નવા બિલ્ડીંગનુ નિર્માણ કરાયુ હતુ.

ત્યારે બ્રહ્મચારી શ્રી ભગવતીનંદજી એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત નિવિદ્યા સ્કુલના નવા બિલ્ડીંગનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. પુ. મુકતાનંદબાપુના હસ્તે રિબીન કાપી બિલ્ડીંગનુ ઉદ્દઘાટન કરાયુ હતુ. પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. શાળામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના કોઇ પણ બાળકને વિનામુલ્યે પ્રવેશ આપવામા આવે છે. શાળાનું સંચાલન પુ. મુકતાનંદબાપુ દ્વારા કરવામા આવી રહ્યું છે.