તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડલામાં ટોળાએ એસટી બસ પર પથ્થરમારો કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલામાંદલિત સમાજ દ્વારા ગતરાત્રીના વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી હતી. અહી કેટલાક ટીખળી તત્વોએ અમરેલી રોડ પર ટાયર સળગાવ્યા હતા. આજરોજ અહીના જેસર રોડ પર આવી રહેલી એસટી બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા. જો કે બાદમા પોલીસ દોડી આવતા ટીખળી તત્વોના ટોળા નાસી છુટયા હતા.

સાવરકુંડલામા પણ દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ. અહીના જેસરરોડ પર આવી રહેલ એક એસટી બસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને કાચ ફોડી નાખ્યા હતા. ટોળા દ્વારા બસ સળગાવવાનો પ્રયત્ન કરાય તે પહેલા પોલીસ અહી દોડી આવી હતી જેને પગલે ટોળુ અહીથી નાસી છુટયુ હતુ. પોલીસ દ્વારા અહી ચુસ્ત બંદોબસ્ત જાળવવામા આવ્યો હતો.

ઉપરાંત સાવરકુંડલામા ગતરાત્રીના એકાદ વાગ્યાના સુમારે પણ અમરેલી રોડ પર ટીખળી તત્વોએ ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. રાત્રીના અમદાવાદથી સાવરકુંડલા તરફ આવી રહેલી એસટી બસને સળગાવવાનો મલીન ઇરાદો હોય પોલીસ અહી દોડી આવતા ટોળુ નાસી છુટયુ હતુ. બાદમાં પોલીસે એસટી બસને પ્રોટેકશન સાથે બસ સ્ટેન્ડ સુધી લઇ જવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો