તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી સેવા બંધ થતાં મુસાફરો રઝળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાંસવારમાં દલીત યુવાનોએ રેલી કાઢી શહેરની બજારો બંધ કરાવવાનું શરૂ કર્યુ હતું. દરમીયાન કેટલાક ઉશ્કેરાયેલા યુવકોએ બે એસટી બસ પર પત્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતાં. જેને પગલે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. એસટી સતાવાળાઓએ સાવચેતી ખાતર સવારથી અમરેલી એસટી ડેપોનો તમામ વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. બસોની આવન-જાવન અટકી જતા હજારો મુસાફરો રઝળી પડયા હતાં. સાવરકુંડલામાં પણ એક બસના કાચ ફોડાયા હતાં. વિભાગીય નિયામકે જણાવ્યુ હતું કે કુલ આઠ બસોને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતું.

લોક આંદોલનમાં ટોળાશાહી દ્વારા સરકારી માલ-મિલકતોને નિશાન બનાવવાનું જાણે હવે સામાન્ય બની ગયુ છે. છાશવારે એસટી બસો સળગાવી દેવાની કે પત્થરમારો કરી નુકશાન કરવાની ઘટનાઓ બને છે. આજે અમરેલીમાં ઉનાની ઘટનાનો વિરોધ કરવા માટે દલીત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. રેલી દરમીયાન ટીખળી તત્વોએ એસટી બસોની નિશાન બનાવી હતી. અમરેલીમાં બે એસટી બસ પર પત્થરમારો કરી કાચ ફોડી નાખવામાં આવ્યા હતાં. જેના કારણે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

અમરેલીમાં તોફાની તત્વોએ એસટીને નિશાન બનાવતા એસટી સતાવાળાઓએ સલામતી ખાતર તમામ એસટી વ્યવહાર થંભાવી દીધો હતો. અમરેલી ડેપોથી આવતી-જતી તમામ બસોને થંભાવી દેવાઇ હતી. જેના કારણે હજારો મુસાફરો રઝળી પડયા હતાં. કેટલાક મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લીધો હતો તો કેટલાક મુસાફરોએ મુસાફરી ટાળી હતી. અમરેલી એસટી ડેપો ખાતે બસો અને મુસાફરોની સલામતી માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. બીજી તરફ રીતે સાવરકુંડલામાં પણ પત્થરમારો કરી એક બસના કાચ ફોડાયા હતાં. એસટીના વિભાગીય નિયામક ચોલેરાએ જણાવ્યુ હતું કે જીલ્લામાં કુલ આઠ બસના કાચ ફોડાયા હતાં અને કલેક્ટરના હુકમથી તમામ ડેપોમાં બસ વ્યવહાર બંધ કરાયો છે. નવા હુકમ બાદ તે ફરી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો