યુવતીને અમરેલી લઇ જતા સારવારમાં દમ તોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાનામણીનગરમાં રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બાદ યુવતીને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યા તેનું મોત નિપજ્યુ હતુ. બારામાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલાના મણીનગરમાં રહેતી સબનમબેન ફીરોજશા રફાઇ (ઉ.વ.22) નામની યુવતીએ કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. બાદ યુવતીને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યા તેનું મોત નિપજ્યુ હતુ. યુવતીના અઢી વર્ષ પહેલા અહી રહેતા ફીરોજશા સાથે લગ્ન થયા હતા. ક્યા કારણોસર યુવતીએ પગલુ ભર્યુ તે બાબતે પોલીસે તપાસ હાથધરી છે. બારામાં મૃતક યુવતીના પિતા હાજીશા મોતીશા રફાઇએ પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...