અમરેલીમાં આગામી 14 ડિસે.નાં 22મો સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | આગામીતારીખ ૧૪ ડિસેમ્બરના રોજ સુમન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા 22માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.સમગ્ર અમરેલી જિલ્લામાં ચલાલા અમરેલી સાવરકુંડલા જેવા તાલુકાઓમાં અનેકવાર સેવાભાવી સંસ્થાઓ તથા ટ્રસ્ટો દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે સુમન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા આયોજિત બાવીસમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવવી જરૂરી છે.આ લગ્નોત્સવમાં જોડાયેલ નવદંપતીઓને દાતાઓ દ્વારા અનેક જીવન-જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે તથા લગ્નોત્સવમાં આગેવાનો તથા સાધુ-સંતો નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારશે. તેથી લગ્નોત્સવમાં જોડાવા માંગતા વ્યક્તિઓએ જનસેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ એસ. ગોહિલ તથા સવજીભાઈ ડાભીને તેમના નામની નોંધણી કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...