પરિવારે લગ્ન પ્રસંગે ચાંદલાની રકમ શિક્ષણ માટે અર્પણ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાખુમાણ પરિવારમા લગ્નોત્સવ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. ડાયરામા આવેલ રકમ મોરંગી ખાતે આવેલ હોડાવાળી ખોડિયાર ગૌશાળાને અર્પણ કરાઇ હતી. ઉપરાંત લગ્નમા ચાંદલાની રકમ શૈક્ષણિક ભંડોળ બનાવી નિરાધાર, ત્યકતા બહેનોના બાળકોના ઉચ્ચ અભ્યાસ અર્થે વાપરવાનુ નક્કી કરી ઉમદા ઉદાહરણ પુરૂ પડાયુ હતુ.

તાજેતરમા સાવરકુંડલામા ખુમાણ પરિવારના પ્રદ્યુમનસીંહ તેમજ મહાવીરસિંહના લગ્ન યોજાયા હતા. લગ્નોત્સવમા પુ.મોરારીબાપુ, પુ.વલકુબાપુ,મહાવીરબાપુ, પ્રયાગરાજજી, અખંડાનંદ સ્વામીજી, ભકિતરામબાપુ, નિર્લેપસ્વામીજી, બાલસ્વરૂપ સ્વામીજી, જયોતીમૈા, ઉષામૈયા, નીરૂબાપુ, શેષનારાયગીરીબાપુ, આઇમા માતાજી પુ. રાજબાઇમા સહિત સંતોએ આશિર્વાદ પાઠવ્યા હતા. માયાભાઇ આહિર, કિર્તિદાન ગઢવી સહિત કલાકારોએ રમઝટ બોલાવી હતી. ડાયરામા આવેલ તમામ રકમ ગૌશાળાને અર્પણ કરાઇ હતી તેમજ ચાંદલાની રકમ પણ શૈક્ષણિક ભંડોળ બનાવી વાપરવાનુ નક્કી કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...