તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા COને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાનગરપાલિકા દ્વારા વૉડ નંબર 5ના હાથસણી રોડ, ખોડીયાર નગર, આસોપાલવ સોસાયટી ખાતે સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. તે એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યા અને પીસીસીના કામો કરી અને અધૂરા મૂકવામાં આવતા છેલ્લા બે માસથી વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ રોડની કામગીરી ચાલી રહી છે જેમાંથી ઘણી જગ્યાએ બોર્ડની મંજૂરી મળી ગઇ હોવા છતાં તે રોડની કામગીરી શરૂ કરીને અધૂરી મૂકી દેવામાં આવતા રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5માં હાથસણી રોડ, ખોડીયાર નગર, આસોપાલવ સોસાયટી, ખાતે સી.સી.રોડનું કામગીરીની મંજૂરી મળી હતી અને એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં પીસીસીનું કામ કરી રોડને અધૂરા મૂકી દેવામાં આવ્યા હતા.

લોકોને તકલીફ પડે તે માટે નગરપાલિકા ચીફ ઓફિસરને વોર્ડ નંબર 5માં અધૂરા રહેલા ગામો આગળ વધારવા રજુઆત કરવામાં આવી છે. ત્યારે ચીફ ઓફિસરે કામગીરી યોગ્ય કરવા ખાતરી આપી છે.અન્ય સમાચારો પણ છે...