મોટા ભાગના બાળકો શહેરમાં આવી ભિક્ષાવૃતિ કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆવેલા સાવરકુંડલા બાયપાસ રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓ નહિ મળતા અહીના લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભરાયો છે. ડીજીટલ ઇન્ડીયામાં તેવા અનેક વિસ્તારો આવેલા છે જેઓને માત્ર પાણી, લાઇટ અને રસ્તાની જરૂર છે. પરંતુ અહીના વિસ્તાર રહેતા લોકોને કોઇ પણ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. અહી રહેતા મોટા ભાગના નાના બાળકો શહેરમાં આવીને ભીખ માંગી રહ્યા છે.

સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન ચલાવાય છે. જેમાં દરેક બાળકને શિક્ષણ ફરજીયાત છે. પરંતુ અહી રહેતા મોટા ભાગના બાળકો શહેરમાં ગલી ગલીઓ અને મુખ્ય વિસ્તારોમાં ભીખ માંગતા નજરે પડી રહ્યા છે. બાળ સુરક્ષા માટે તેમજ ગરીબી હટાવવાની વાતો માત્ર કાગળ પર થતી હોય તેવુ લાગી રહ્યુ છે. માત્ર અમરેલી શહેરમાં નહિ પરંતુ જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓમાં પણ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બાબતે કોઇ કાર્યવાહી નહિ કરાતા સમાજમાં ગુન્હાખોરી, ગરીબી, બેરોજગારી, બાળમજુરી વિગેરે સમસ્યાઓ સર્જાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...