અમરેલીમાં રૂપમ ટોકીઝ પાસેથી યુવાનની લાશ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમારા છોકરાઓને કેમ મારે છે કહી મહિલા પર હુમલો

ટોડામાં મહિલાને 3 શખ્સોએ લાકડી, ઢીકાપાટુનો માર માર્યો

મૃતક કુંડલાનાં કરજાળા ગામનો વતની

લાઠીનાટોડામાં આજે એક મહિલાને અહી રહેતા ત્રણ શખ્સોએ કહ્યુ કે તમારા છોકરા અમારા છોકરાઓને કેમ મારે છે. તેમ કહીને લાકડી વડે આડેધડ મુઢમાર મારીને ઇજા કરી હતી. બારામાં લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાઠી તાલુકાના ટોડા ગામમાં રહેતા લતાબેન નરેશભાઇ વાઘેલા (ઉ.વ.38) નામની મહિલા આજે અહી આવેલા રેશનીંગની દુકાને ઘઉ લઇને પરત ફરી રહી હતી. દરમિયાન રસ્તામાં આવેલ ભરવાડ શેરીમાં ધર્મેશ કાના ભરવાડ નામના શખ્સે મહિલાને ઉભી રાખીને કહ્યુ કે તમારા છોકરા અમારા છોકરાને કેમ મારે છે. તેમ કહીને જેસા ભરવાડ નામના શખ્સે મહિલાને લાકડી વડે મુઢમાર મારીને ઇજાઓ કરી હતી. જ્યારે ધર્મેશ ભરવાડ અને બીજલ ભરવાડ નામના બે શખ્સોએ મહિલાને ઢીકાપાટુનો મુઢમાર મારીને ઇજાઓ કરી હતી. બાદ મહિલાને 108ની મદદથી લાઠી સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યા તેની સારવાર ચાલી રહી છે. બારામાં લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...