• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • મિતીયાળામાં બે ફોરેસ્ટ ગાર્ડની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝબ્બે

મિતીયાળામાં બે ફોરેસ્ટ ગાર્ડની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી દ્વારા અન્ય 11 ટ્રસ્ટીઓ સામે પોલીસ વડાને ફરિયાદ

કપોળ ટ્રસ્ટની જમીન બારોબાર વેંચી નંખાઇ

ચાર દિવસ પહેલા બંનેને કાર હડફેટે લઇ ઘાયલ કર્યા હતા

અમરેલીમાંવર્ષો પહેલા કપોળ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટની સ્થાપના થયેલી હતી. જેની પાસે હાલમાં શહેરની મધ્યમાં કરોડોની જમીન અને મિલકતો આવેલી છે. પાછલા કેટલાક સમયથી મિલકતનું વેચાણ થઇ રહ્યુ હોય ટ્રસ્ટી હેમેન્દ્રભાઇ મહેતાએ જીલ્લા પોલીસ વડાને લેખીત ફરીયાદ આપી ગેરકાયદે મિલકતનું વેચાણ કરી મોટી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું જણાવી પગલા લેવા માંગ કરી છે.

અમરેલીના કપોળ સમાજના આગેવાન અને મુંબઇ ભાજપના ઉપપ્રમુખ હેમેન્દ્રભાઇ મહેતાએ જીલ્લા પોલીસ વડાને આપેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી છે. ટ્રસ્ટની કોઇપણ મિલકતનું વેચાણ થઇ શકશે નહી તેવું બંધારણ હોવા છતાં હાલમાં ભ્રષ્ટાચાર કરી મિલાપીપણાથી કેટલાક ટ્રસ્ટીઓ મિલકતોનું વેચાણ કરી રહ્યા છે અને તે પણ ખરીદનારાઓ સાથે મળીને કારસો કરી રહ્યા છે. ટ્રસ્ટની હેરીટેજમાં સમાવેશ થઇ શકે તેવી મિલકતોનો પણ નાશ થઇ રહ્યો છે. જે પુરાતત્વ અધિનિયમ મુજબ પણ ગુનો છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ટ્રસ્ટીઓ રકમની ઉચાપત પણ કરી રહ્યા છે. ગેરકાયદેસર ઠરાવો અને બોગસ કાગળો તથા દસ્તાવેજ ઉભા કરવામાં આવી રહ્યા છે અને ઓડીટર મારફત હિસાબો ઓડીટ કરાવી બધુ સમુસુતરૂ હોવાનું ચિત્ર ઉભુ કરાઇ રહ્યુ છે. તેમણે ટ્રસ્ટીઓ સામે આઇપીસી કલમ 406, 420, 465, 467, 468 વિગેરે તથા પુરાતત્વ અધિનિયમ એક્ટ તથા બોમ્બે ટ્રસ્ટ એક્ટ હેઠળ પગલા લેવા માંગણી કરવામાં અાવી છે.

કયા કયા ટ્રસ્ટી સામે રાવ

હેમેન્દ્રભાઇમહેતાએ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રવિણચંદ્ર દ્વારકાદાસ દલાલ, પ્રતાપર☻ાય વ્રજલાલ મોદી, ચંદ્રકાંત જગમોહનદાસ મથુરીયા, ચરણદાસ મથુરીયા, પ્રતાપભાઇ શામજીભાઇ પારેખ, રસીકલાલ રતીલાલ દોશી સહિત 11 ટ્રસ્ટીઓ સામે ફરીયાદ આપી છે.

ચેરીટીકમિશ્નરમાં પણ ચાલે છે મામલો

☻તેમણેફરીયાદમાં જણાવ્યુ હતું કે હિસાબમાં રોકડનો પણ ગોટાળો સામે આવ્યો છે અને તમામ ટ્રસ્ટીઓ સામે રાજકોટના સંયુક્ત ચેરીટી કમિશ્નરને વાંધા અરજીઓ અને ફરીયાદો અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...