તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગાઇની નાં પાડતા પુત્રીએ એસીડ પી લીધું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચતલાવડા ગામની ધારાબેન જીતુભાઇ ખાપડીયા નામની કોળી યુવતીએ લીલાપીરની ધાર પાસે ગત બપોરે પોતાની મેળે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવેલ છે. યુવતીની સગાઇ નક્કી થઇ હતી. પરંતુ તેને પ્રેમસંબંધ હોય તેની સાથે સગાઇની માતા પિતાએ ના પાડતા લાગી આવવાથી તેણે પગલુ ભર્યુ હતુ. અન્ય એક બનાવમાં સાવરકુંડલામા પંચવટી સોસાયટીમા રહેતો પાર્થ પ્રવિણભાઇ રાજયગુરૂ નામનો વિપ્ર યુવાન પાનબીડીની દુકાન ચલાવતો હોય સીમરણના રૂસ્તમ નામના શખ્સે સીગરેટ ખરીદ્યા બાદ યુવકે તેની પાસે પૈસાની માંગણી કરતા રૂસ્તમે ઉશ્કેરાઇ જઇ તેનો કાઠલો પકડી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...