તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિના સર્વિસ માટે ધક્કા ખાધા બાદ મોબાઇલ ગ્રાહકને મળ્યો ન્યાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી

ભાસ્કર ન્યુઝ. જાફરાબાદ

જાફરાબાદતાલુકામા ગ્રાહક સુરક્ષા મંડળની સ્થાપના કરવામા આવી છે. જેનાથી ગ્રાહકોને વેપારીઓ દ્વારા પડતી મુશ્કેલીઓને હલ કરવામા આવે. ત્યારે જાફરાબાદમા રહેતા એક યુવાને નામાકિંત કંપનીનો મોબાઇલ ખરીદયો હતો. જે બગડી જતા સરખો થઇ શકતો હતો. અને સર્વીસ સેન્ટર તરફથી પણ કોઇ ચોક્કસ જવાબ આવતો હતો. જેના કારણે તેમણે ગ્રાહક સુરક્ષા મંડળમા ફરીયાદ નોંધાવી હતી.

જાફરાબાદમા રહેતા એઝાજ દાદશા કાદરી નામના શખ્સે એક નામાકિંત કંપનીનો રૂા. 23800નો મોબાઇલ ગત તા. 7/11/14ના રોજ ખરીદયો હતો. જે મોબાઇલનુ સ્પીકર થોડા સમયમા ખરાબ થઇ ગયુ હતુ. યુવાને મોબાઇલ રીપેરીંગ માટે તા. 4/8/15ના રોજ ભાવનગર સર્વીસ સેન્ટરમા આપ્યો હતો. જ્યા મોબાઇલ સાવ બંધ થઇ જતા તેણે મોબાઇલ સ્વીકારવાની ના પાડી હતી. અને સર્વીસ સેન્ટર દ્વારા મોબાઇલને રીપેરીંગ માટે મુંબઇ ખાતે મોકલવામા આવ્યો હતો. સર્વીસ સેન્ટર તરફથી માત્ર એક જવાબ આપવામા આવતો કે મોબાઇલ આવ્યો નથી.

મહિના સુધી સર્વીસ સેન્ટરના ધક્કા ખાધા બાદ યુવાને જાફરાબાદ ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી ગ્રાહક સુરક્ષા મંડળમા ફરીયાદ આપી હતી. ત્યારે ગ્રાહક સુરક્ષાના પ્રમુખ બાલકૃષ્ણભાઇ સોલંકી અને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઇ હિરાણી દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમમા ફરીયાદ દાખલ કરવામા આવી હતી. જેના કારણે ભાવનગર સર્વીસ સેન્ટર અને મુંબઇ હેડ ઓફીસ દ્વારા સમાધાનના પગલા લેવાના શરૂ કરવામા આવ્યા હતા. ત્યારે યુવાનને માત્ર 15 દિવસમા નવો મોબાઇલ આપવામા આવ્યો હતો. ગ્રાહક તરીકે મળતા હક્કોથી માહિતગાર થાય તેમ જાફરાબાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયુ હતુ. અંતે મોબાઇલ સેન્ટર દ્વારા ગ્રાહકની વાત સાંભળવામાં આવતા તેણે રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...