તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલાના વૃધ્ધા પર 3 શખ્સોએ કર્યો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાલ ચણવાના મનદુખ બાબતે ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

અમરેલીજિલ્લામા જુદા-જુદા બે સ્થળો પર મારા મારીની ઘટના બની હતી. જેમા સાવરકુંડલાના રઘુવંશી સોસાયટીમા રહેતા વૃધ્ધાને તેના પાડોશીના ત્રણ શખ્સોએ દિવાલ ચણવા બાબતે લાકડી વડે હુમલો કર્યો હતો. જ્યારે અન્ય એક ઘટનામા લીલીયાના કુતાણા ગામે રહેતા શખ્સને અહી રહેતા ત્રણ શખ્સે અગાઉના મનદુખમા લાકડી વડે માર મારી ઇજા પહોચાડી હતી. અંગે પોલીસ મથકમા ફરીયાદ નોંધાવાઇ હતી.

સાવરકુંડલાના રઘુવંશીપરાના રામજી મંદિરની બાજુમા રહેતા ગીતાબેન રામકૃષ્ણભાઇ સરપદડીયા (ઉ.વ.58)ના પાડોશી શોભાબેન છગનભાઇ કુંભારે તેમના નવેળામા દિવાલ ચણી હોય જેનો ઠપકો આપવા વૃધ્ધા તેના ઘરે હતા. તે દરમિયાન મહિલાએ વૃધ્ધાને ગાળો આપી હતી. તથા છગન કુંભાર અને નીખીલ છગનભાઇએ વૃધ્ધાને લાકડી વડે માર મારી ઇજા પહોચાડી મારી નાખવાની ધામકી આપી હતી. અંગે વૃધ્ધાએ ત્રણેય શખ્સો વિરૂધ્ધ સાવરકુંડલા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. જ્યારે અન્ય એક ઘટનામા લીલીયા તાલુકાના કુતાણા ગામે રહેતા કાળુભાઇ સારાભાઇ પરમારને અહી રહેતા વિનોદ કાળુભાઇ સાથે છોકરી બાબતે મનદુખ થયુ હોય જેનુ મનદુખ રાખી શખ્સે કાળુભાઇને લાકડી વડે માર માર્યો હતો. તથા જીણા ભીખાભાઇએ કાળુભાઇ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. અને જયંતી જીણાભાઇએ મારી નાખવાની ધમકી આપી ઇજા પહોચાડી હતી. બાબતે કાળુભાઇ લીલયા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...