તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામાં ટ્રાફિક ઝુંબેશ : ત્રણ વાહન ડિટેઇન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામાછેલ્લા ઘણા સમયથી ગેરકાયદે વાહનો દોડી રહ્યાં હોય આજે પોલીસે વાહન ચાલકો સામે લાલઆંખ કરી હતી. અહી પોલીસે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ત્રણ વાહનો ડિટેઇન કર્યા હતા અને 25 એનસી કેસ નોંધી રૂ. 2400ના દંડની વસુલાત કરી હતી.

પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશની કામગીરી સાવરકુંડલામા કરવામા આવી હતી. અહી પીઆઇ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભરતબાપુ સહિતે શહેરમાં ગેરકાયદે દોડતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી. પોલીસે અહીથી ત્રણ વાહનો ડિટેઇન કર્યા હતા. ઉપરાંત 25 એનસી કેસ નોંધ્યા હતા. અને રૂ. 2400ના દંડની વસુલાત કરી હતી. ઉપરાંત પોલીસે અહીના પંજાપરા, મણીનગર અને હાથસણી રોડ પર દારૂ વેચતા બે શખ્સોને ત્યાં દરોડો પાડયો હતો અને નરેશ ભીમજીને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. તેમજ મણીનગરમાથી હબીબ નામનો શખ્સ નાસી છુટયો હતો.

અન્ય એક બનાવમાં પોરબંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકની સમસ્યામાં વધારો કરનાર વાહનચાલકો સામે ટ્રાફિકપોલીસ દ્વારા આકરા પગલા લેવામાં આવે છે. આડેધડ પાર્કિંગ કરનાર દ્વિચક્રી વાહનોને ટોઈંગ કરવા માટે ખાસ એક ટ્રોલી બનાવવામાં આવી છે. નિયમિત 15 થી 20 જેટલા વાહનોને ટોઈંગ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 1 માસમાં કુલ 390 જેટલા વાહનો ટોઈંગ કરવામાં આવ્યા છે અને વાહનચાલકો પાસેથી 32,880 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...