• Gujarati News
  • સાવરકુંડલામાં દવાખાનામાંથી બાળક ચોરાયાની વાતથી દેકારો

સાવરકુંડલામાં દવાખાનામાંથી બાળક ચોરાયાની વાતથી દેકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાસરકારી હોસ્પિટલમાં આજે સવારે પ્રસુતા મહિલાએ બાબાને જન્મ આપ્યો હતો. બાદમાં બપોરના પ્રસુતા મહિલા સુતી હોય તેનો બાબો રડવા લાગતા અહી કામ કરતી આયા તેના બાબાને લઇને જતી રહી હતી. પ્રસુતા મહિલા જાગી જતા અને પોતાના બાળકને જોતા તેણે હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. થોડીવાર માટે અહી હોહા દેકારો મચી ગયો હતો. પોલીસ પણ અહી દોડી આવી હતી. બાદમાં આયા બાબાને લઇને પરત આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અહીના ગણેશવાડી વિસ્તારમાં રહેતા મુકતાબેન પરમારે પોતાની દિકરી વર્ષાબેનને પ્રસુતિ માટે સાવરકુંડલા સરકારી દવાખાને વહેલી સવારે દાખલ કરી હતી. સાતેક વાગ્યે તેને બાબાનો જન્મ થયો હતો. બાદમાં બપોરે બારેક વાગ્યાના સુમારે તેનો બાબો કજીયો કરવા લાગ્યો હતો. ત્યારે દવાખાનામા ફરજ પર રહેલા નેસડી ગામના આયા સુમીતાબેન બાબાને છાનો રાખવા માટે લઇ ગયા હતા.

જો કે પ્રસુતા મહિલા સુતી હોય તે જાગી જતા તેનુ બાળક હોય તેણે દેકારો મચાવી હોસ્પિટલના સ્ટાફને જાણ કરતા તમામ લોકો બાળકને શોધવા લાગી ગયા હતા. થોડીવાર માટે બાળક ચોરાયુ તેવી વાત ફેલાઇ ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરવામા આવતા પોલીસ પણ અહી દોડી આવી હતી.

બાદમા સુમીતાબેન બાળકને રમાડતા રમાડતા હોસ્પિટલ આવી જતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. વર્ષાબેનના પરિવારજનોએ બાળકનુ અપહરણ કરી લઇ ગયા હોવાની પોલીસને રજુઆત કરી હતી. જો કે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જયાં પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હેડકોન્સ્ટેબલ યુ.એસ.લલીયા ચલાવી રહ્યાં છે.