તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલા સજ્જડ બંધ,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર . સાવરકુંડલા

સાવરકુંડલામાકાનજીબાપુની જગ્યાના મહંત હસુબાપુની દિકરી વંદનાને સાવરકુંડલાનો વસીમ યુસુબ ચૌહાણ નામનો શખ્સ લલચાવીને ભગાડી જતા લવજેહાદ સામે સાવરકુંડલા પંથકમા ભારે રોષની લાગણી ફેલાઇ છે. આજે શહેરના વેપારીઓએ સજજડ બંધ પાળી સાંજે મોટી સંખ્યામા લોકોએ રેલી કાઢી આરોપીને પકડવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતુ. બાદમાં રિધ્ધી સિધ્ધી ચોકમાં બંને કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. પોલીસે લાકડીઓ વીંઝી બંને કોમના ટોળાને વિખેર્યા હતા. આમ છતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી હોય પોલીસના ધાડેધાડા અહી ઉતારી દેવામા આવ્યા હતા.

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો હાલમા ભારે ચર્ચામા છે તેવા સમયે હિન્દુ સમાજ માટે આસ્થાના પ્રતિકરૂપ સાવરકુંડલાની કાનજીબાપુની જગ્યાના મહંત હસુબાપુની બીજા નંબરની દિકરી વંદનાને ધર્મ પરિવર્તન કરાવવાના ઇરાદે સાવરકુંડલામા મહુવારોડ પર એસટી કવાર્ટરમાં રહેતો વસીમ યુસુબ ચૌહાણ નામનો શખ્સ ગત 2જી તારીખે સુરતમાંથી ભગાડી ગયો હતો. પરિણિત એવા યુવાને પોતાની પત્નીને માટે છુટાછેડા પણ આપી દીધા હતા. મહંતની પુત્રીને મુસ્લિમ યુવાન ભગાડી જતા વિસ્તારમાં ભારે આક્રોશનુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઇકાલે 500થી વધુ લોકો જગ્યામા એકઠા થયા હતા. અને સોમવારે બંધનુ એલાન આપ્યુ હતુ જેને પગલે આજે બપોરબાદ સાવરકુંડલા શહેર સજ્જડ બંધ રહ્યું હતુ. અને સાંજે કાનજીબાપુની જગ્યામા મોટી સંખ્યામા વિવિધ સમાજના લોકો એકઠા થયા હતા બાદમા શહેરના માર્ગો પર વિશાળ રેલી કાઢવામા આવી હતી અને સાવરકુંડલાના મામલતદાર અને પીઆઇને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતુ. જેમાં માંગણી કરાઇ હતી કે લવ જેહાદના ભાગરૂપે દિકરીનુ અપહરણ કરાયુ હોવા છતા પોલીસ દ્વારા કોઇ નકકર કામગીરી કરાઇ નથી. જો ચોવીસ કલાકમાં તેને શોધી વાલીને નહી સોંપાઇ તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જોખમાશે. પોલીસ દ્વારા અહી અગાઉથી વધારાના પોલીસકર્મીઓને બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

શાંતી સમિતીની બેઠક મળી |સાવરકુંડલામાં પોલીસમથક ખાતે મામલતદાર સી.કે.ઝાલા, પીઆઇ એન.ડી.સોલંકીની ઉપસ્થિતીમાં બંને કોમના આગેવાનોની શાંતી સમિતીની બેઠક મળી હતી. બેઠકની શરૂઆતમાં થોડીવાર માટે ગરમાગરમી થઇ હતી જો કે બાદમાં સમજાવટ કરી ફરી બેઠક શરૂ કરવામા આવી હતી. બંને કોમના લોકોને શાંતી જાળવવા અને સવારથી વેપાર ધંધા રાબેતામુજબ શરૂ કરવા અપીલ કરવામા આવી હતી.

આજે સાવરકુંડલાવિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શિવસેનાના આગેવાનો ઉપરાંત સાવરકુંડલા ડાયમંડ એસોસિએશન, ગૌરક્ષા સમિતી, લોહરાણા સેવા સંગઠન, રાજપુત યુવા સંઘ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, સમસ્ત બ્રહ્મસમાજ, લુહાર જ્ઞાતિ સમાજ, માલધારી સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ, નવનાત વણિક સમાજ વિગેરે સમાજ દ્વારા આવેદન અપાયુ હતુ.

સાવરકુંડલામા ઘટનાનેપગલે વાતાવરણ તંગીદિલીભર્યુ રહે તેવો પહેલેથી અંદેશો હતો છતા પુરતી માત્રામા પોલીસ બંદોબસ્ત નજરે પડયો હતો. આખરે સાંજે બે કોમના ટોળાએ સામસામો પથ્થરમારો કર્યા બાદ જિલ્લા પોલીસવડા અંતરિપ સુદ તાબડતોબ સાવરકુંડલા દોડી ગયા હતા.

કોણે કોણે પાઠવ્યું આવેદન ?

જિલ્લા પોલીસવડા સાવરકુંડલા દોડી ગયા

સાવરકુંડલામાં મોટી સંખ્યામાં રેલી નિકળ્યા બાદ પોલીસ ચોકીએ જઇ આવેદનપત્ર આપ્યું હતું. તસ્વીર/ દિપકપાંધી, શૈલેષ ભરાડ

અન્ય સમાચારો પણ છે...