93 લાખનાં વિકાસ કામનું ખાતમુહુર્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં સીસીરોડ, ડામર, રીસર્ફેશીંગ સહિતનાં કામો થશે

આગામી સમયમા રૂ. 32 કરોડના ખર્ચે બાયપાસનું કામ હાથ ધરાશે

સાવરકુંડલામાનદી બજારમા રૂપિયા 93 લાખના ખર્ચે તૈયાર થનાર સીસી રોડ તથા ડામર રીસરફેસીંગ વર્કના વિકાસ કામનુ ખાતમુહુર્ત કૃષિ રાજયમંત્રી વલ્લભભાઇ વઘાસીયાના હસ્તે કરાયુ હતુ.

ભુમિપુજન વિધી કર્યા બાદ મંત્રી વઘાસીયાએ જણાવ્યું હતુ કે પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે ઘટતી તમામ સુવિધાઓ પુરી પાડવા રાજય સરકાર કટિબધ્ધ છે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે રસ્તાઓ પર વાહન અને લોકોની અવરજવર સતત રહેતી હોય છે આવા સમયે માર્ગની સુવિધા અને પરિસ્થિતી સારી હોવી જરૂરી છે. સાવરકુંડલા શહેરના નાગરિકોને શહેરમા રસ્તો મુખ્ય હોય માર્ગની સારી સ્થિતીની જરૂરિયાત જણાતી હતી આથી હવે માર્ગનુ કામ શરૂ થતા મુશ્કેલીઓનુ કાયમી નિવારણ થશે. તેવી આશા વ્યકત કરી હતી.સાવરકુંડલા બાયપાસની વહિવટી મંજુરી સહિતની કામગીરી લગભગ પુર્ણ થયેલ છે. ટુંક સમયમાં રૂ. 32 કરોડના ખર્ચે બાયપાસનુ કામ શરૂ કરવામા આવશે.

ખાતમૂહુર્તમાં પ્રાંત અધિકારી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- ભાસ્કર

મંત્રી વઘાસિયાનાં હસ્તે ભુમિપૂજન કરાયું

અન્ય સમાચારો પણ છે...