વિજપડીમાં જિ.પં.હસ્તકની પશુ દવાખાનાની જગ્યા ખાલી કરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકેલ આવે તો ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારાઇ

સાવરકુંડલાતાલુકાના વિજપડી ગામે જિલ્લા પંચાયત હસ્તક નવરાત્રી ચોકની સામે 7500 ચો.ફુટની જગ્યામા પશુપાલન વિભાગ દ્વારા જગ્યા ઉપર કબજો છે જેની મુળ જગ્યા ગોંદરામા 3000 ચો.ફુટ છે. જે તે વખતે તેઓને બિલ્ડીંગ જર્જરિત થયેલ હોય જે તે ગ્રામ પંચાયતે જગ્યા ફકત થોડા સમય વાપરવા આપેલ પરંતુ આજદિન સુધી જગ્યા ખાલી કરવામા આવતી હોય અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામા આવી છે.

વિજપડી ગ્રામ પંચાયત અને સમસ્ત ગામ લોકો દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે પશુપાલન વિભાગ તથા સંકલન સમિતીમા જગ્યા ઉપર બિનઅધિકૃત કબજો ધરાવતુ પશુ દવાખાનુ હટાવવાની અને તેમની મુળ જગ્યાએ ફેરવવા અંગે વારંવાર રજુઆત છતા કોઇ કાર્યવાહી કરવામા નથી આવી.

અંગે અગાઉ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ તેમજ સંકલન સમિતીમા પણ રજુઆત કરવામા આવી હતી. ઉપરાંત ગ્રામસભા અને ગ્રામ પંચાયત કમિટીમા પણ ઠરાવ કરવામા આવેલ. પ્રશ્ન અંગે કોઇ નિરાકરણ આવતુ હોય વિજપડી ગામે સામાજીક પ્રસંગો તથા સરકારના અગત્યના કાર્યક્રમો અન્વયે કરવાની થતી સભાઓ માટે વિજપડી ગામે ગામનો ચારો જે ઉપલબ્ધ નથી. પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમા ગામ બંધ, ચક્કાજામ તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન સહિતની ચિમકી ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...