પાલિતાણામાં ઢેબરીયો મેળો અને છ ગાઉની મહાયાત્રાનો થયો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજરોજ પરંપરા મુજબ પાલિતાણામા ઢેબરીયો મેળો અને છ ગાઉની મહાયાત્રા વહેલી સવારે જૈનમ જયંતિ શાસનમાં અને આદિશ્વર દાદાના જયઘોષ સાથે છ ગાઉની મહાયાત્રાનો આરંભ થયો હતો. દર વખતની જેમ આ વખતે પણ સિદ્ધવડ ખાતે જુદા જુદા 97 પાલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત તેમજ ગુજરાત બહારના તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ - ભાવનગર જિલ્લાના યાત્રિકો મોટી સંખ્યામાં હાજર રહી આ મહાયાત્રાનો લાભ લીધો હતો. ફાગણ સુદ તેરસની મહાયાત્રા પ્રસંગે જય તળેટીથી ગિરિરાજ ઉપર વ્યવસ્થિત રીતે આદિશ્વર દાદાના ગભારા સુધી જઈ શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધવડ ખાતે ભક્તિ કરવા માટે 97 પાલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પાલમાં યાત્રિકોને દહીં, ઢેબરાં, પુરી, ચા, દૂધ, સૂકો મેવો, સાકરનું પાણી આપવામાં આવે છે. યાત્રિકોની સુવિધા સાચવવા અને આદિશ્વર દાદાના દરેક યાત્રાળુને દર્શન થાય તેવી વ્યવસ્થા - પ્રાર્થના યુવક જૈન મંડળ - ભાવનગર, પાલીતાણા, સાવરકુંડલાના સ્વયં સેવકોએ સારી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...