ગાય સાથે દુષ્કૃત્ય આચરનારો આરોપી ગણતરીનાં કલાકોમાં પોલીસ હિરાસતમાં
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગત રાત્રીના એક શખ્સે ગાય સાથે સૃષ્ટી વિરૂદ્ધનુ કાર્ય કરવાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે અમરેલી સીટી પોલીસના પી.એસ.આઇએ ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઇ લોકઅપની પાછળ ધકેલી દીધો હતો.
આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના સતીપરા મચ્છુ માતાના મંદિર પાસે રહેતા મસાભાઇ પુનાભાઇ બડાળાએ અમરેલી શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.20ના રોજ મસાભાઇનો ભત્રીજો રવિ ઢોરવાડે હતો. ત્યારે નજીકમાં રહેતો મનુ છગન સોલંકી ઉર્ફે બજીયો નામનો શખ્સ વાડાની અંદર પ્રવેશ કરીને ગાયના પગ બાંધીને તેની સૃષ્ટી વિરૂદ્ધનો કાર્ય કરી રહ્યો હતો.
આ દરમિયાન રવિ નામનો યુવક જોઇ જતા શખ્સ અહીથી પોતાના કપડા, મોબાઇલ, પાકીટ, ચુંટણી કાર્ડ વિગેરે છોડીને ફરાર થઇ ગયો હતો. આ બાદ ગત રાત્રીના અમરેલી શહેર પોલીસ મથકમાં આ બારામાં ફરિયાદ નોંધાતા શહેર પી.એસ.આઇ જે.એલ.ઝાલાએ આ અંગેની તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ શખ્સને અત્રેના સાવરકુંડલા બાયપાસ આવેલા હુડકો વિસ્તારમાંથી દબોચી લીધો હતો. અને લોકઅપમાં ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલામાં હાથીની પાલખી સાથે છરી પાલિત સંઘનો પ્રવેશ
આજરોજ સાવરકુંડલામાં છરી પાલિત સંઘનો પ્રવેશ થયો હતો. જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘમાં 225 સાધુ, સાધ્વીઓ સાથે 400થી વધુ આરાધકોનું આગમન થયું હતું. સાવરકુંડલા જૈન સંઘ દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તળાજા તાલુકાના દાઠાથી નીકળી જૂનાગઢ જઈ રહેલા છરી પાલિત સંઘનું આજે સાવરકુંડલા ખાતે ભવ્ય પ્રવેશ કરાયો હતો. સાવરકુંડલા જૈન દેરાસર ખાતે દરેક યાત્રીઓ સાધુ, સાધ્વીઓએ ચેટાવંદન કરી માંગલિક સંભળાવી નેસડી રોડ પડાય ખાતે વાજતે - ગાજતે મુકામ કર્યો હતો. સાંજે 4 કલાકે યોગ તિલક સુરીસ્વરજી મહારાજે માંગલિક સંભળાવ્યું હતું. જેમાં જૈનધર્મ અને જીવનની કેટલીક હદયસ્પર્શી વાતો સંભળાવી હતી. તસ્વીર- સૌરભ દોશી