તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલાની અનેરીએ 45 દિવસનંુ ઉપધ્યાન તપ કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધગીરીનીપાવન ધરા પાલિતાણા ખાતે વિજય પુણ્યપાલ સુરીશ્વરજી મહારાજની નિશ્રામા ઉપધ્યાન તપની મોક્ષમાળ પ્રસંગની આવતીકાલે ઉજવણી થશે. તપની આરાધનામા સાવરકુંડલાની 11 વર્ષની અનેરીએ પણ 45 દિવસના તપમા જોડાઇને તપશ્ચર્યા કરી હતી.

પાલિતાણા ખાતે ઉપધ્યાન તપમા કુલ 131 વ્યકિતએ ઉપધ્યાન તપની આરાધનામા જોડાયા હતા. તેમા સાવરકુંડલાની અનેરી તેજસભાઇ સલોત (ઉ.વ.11) 45 દિવસના તપમા જોડાઇને તપશ્ચર્યા કરી હતી. ઉગ્ર તપશ્ચર્યા કરી અનેરીએ તેમના જીવનને પાવન અને રોશન કરી સદ્દભાગી સાધકોની શ્રેણીમા સ્થાન અને માન પ્રાપ્ત કર્યુ હતુ.

આવતીકાલે તા. 30ના રોજ પાલિતાણા ખાતે ઉપધ્યાન તપની મોક્ષમાળ પ્રસંગની ઉજવણી કરવામા આવશે. સાવરકુંડલા શહેરનુ ગૌરવ વધારનાર અનેરીની તપશ્ચર્યાના અનુમોદનાર્થે સાવરકુંડલામા તા. 1ના રોજ માળ પ્રસંગનો વરઘોડો અને નવકારશીનુ પણ સલોત પરિવાર દ્વારા આયોજન કરાયુ છે. પ્રસંગને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...