તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રમીકનું બાળક રમી રહ્યું હતું દરમ્યાન બનાવ બન્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાનાવીજપડીમાં રહેતા એક 8 વર્ષિય બાળક પર સીમેન્ટનો બાકડો રમતા રમતા માથે પડતા ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. બારામાં સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર થતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

સાવરકુંડલા તાલુકાના વીજપડીમાં રહેતો સંજય ભાવેશભાઇ રાઠોડ (ઉ.વ.8) નામના બાળક ધો.5માં અભ્યાસ કરે છે. બાળક પોતાના ઘર પાસે આવેલા સીમેન્ટના બાકડા પાસે રમી રહ્યો હતો. દરમ્યાન બાકડો બાળકની માથે પડતા ગંભીર ઇજાઓ પહોચી હતા. બાદ સારવાર માટે બાળકને સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહી બાળકનું મોત નિપજ્યુ હતુ. બારામાં બાળકના પિતા ભાવેશભાઇ રાઠોડે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...