• Gujarati News
  • સાવરકુંડલાના વંડામાંથી સાત જુગારી ઝડપાયા

સાવરકુંડલાના વંડામાંથી સાત જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાના વંડામાંથી સાત જુગારી ઝડપાયા

ભાસ્કરન્યૂઝ. સાવરકુંડલા

વંડાગામની સીમમાં પોલીસે ગત મોડીરાત્રીના જુગાર અંગેનો દરોડો પાડયો હતો. પોલીસે અહી જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે અહીથી કુલ રૂ. 20 હજારનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગારનો દરોડો સાવરકુંડલા તાલુકાના વંડા ગામની સીમમાં પાડયો હતો. વંડા પોલીસ મથકના પીએસઆઇ બી.જી.વાઘેલા, એએસઆઇ અશ્વિનભાઇ જોષી, કેતનભાઇ, પ્રવિણભાઇ, ઘનશ્યામભાઇએ બાતમીના આધારે ગત મોડીરાત્રીના વંડા ગામની સીમમાં ત્રાટકયા હતા. અહી જાહેરમાં જુગાર રમી રહેલા ભરત ઉકાભાઇ દેવીપુજક, રાજુ લાભુભાઇ જાદવ, શૈલેષ લાભુભાઇ, મુન્ના બાલાભાઇ, દિનેશ છગનભાઇ, મહેશ વાલજીભાઇ, દિપક હિમતભાઇને ઝડપી લીધા હતા.